વડોદરા : પંડ્યા બ્રિજ પાસે યુવાન એક્ટિવા પરથી નીચે પટકાયો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

0
3

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક એક્ટિવા પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયેલા 36 વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા ડિવાઇડર સાથે અથડાયુ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સૂર મંદિર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય જતીનભાઇ અરવિંદભાઇ જોષા હાલોલ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જતીનભાઇ આજવા રોડ ખાતે રહેતા તેના મિત્રને ઘરે મૂકવા પોતાનું એક્ટિવા લઇને નીકળ્યા હતા. દરમિયાન ત્યાંથી મિત્રને મૂકીને પરત પોતાના ઘર તરફ જતી સમયે પંડ્યા બ્રિજ નજીક નજીક મરઘા કેન્દ્ર પાસે અચાનક તેઓએ એક્ટિવાના સ્ટેઇરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા એક્ટિવા સ્લીપ ખાઇ ગઇ હતી અને તેઓ ડિવાઇડર સાથે અથડાયા હતા.

ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું

અકસ્માતમાં તેમને માથાના તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here