વડોદરા : અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા પહોેચી અને સારવાર દરમિયાન તેનું મોત થયુ

0
6

બાઇક લઇને જતા યુવાનને તરસાલી બાયપાસ પાસે અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઇજા પહોેચી  હતી.અને ટૂંકી સારવાર બાદ તેનું મોત થયુ છે.મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપુરાઇ ગામ પાસે શુભમ રેસિડેન્સીમાં રહેતા સુભાષભાઇ રણછોડભાઇ પરમારને સંતાનમાં બે પુત્રો છે.મોટો  પુત્ર નિર્મલ પાસે કોઇ નોકરી ના  હોય તે ઘરે જ છે.જ્યારે નાનો પુત્ર બાદલ બરોડા ડેરીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.આજે સવારે પોણા છ વાગ્યે બાદલ પિતાની બાઇક લઇને ઘરેથી નીકળ્યો  હતો.સાડા છ વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ બાદલના  મોબાઇલથી તેના પિતા સુભાષભાઇને ફોન કરીને કહ્યુ હતું કે, તરસાલી બાયપાસ પાસે અકસ્માત થયો છે.એક ટ્રકવાળો  હોટેલ ગ્રીન પાર્ક પાસે તેની બાઇકને અથડાવી ને ગયો છે.

ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા છે.તમે ઇજાગ્રસ્તના ઓળખીતા હોવ તો હોસ્પિટલમાં આવી જાવ.જેથી,સુભાષભાઇ મોટા પુત્રને લઇને હોસ્પિટલ ગયા હતા.જ્યાં તેમના પુત્રની સારવાર ચાલતી હતી.અને બાદલને માથા, બંને હાથ અને પગના ભાગે ઇજા થઇ હતી. થોડીવાર પછી ડોક્ટરે બાદલનું અવસાન થયુ હોવાનું તેેના પિતાને કહ્યુ હતું.

બનાવ અંગે સુભાષભાઇએ મકરપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here