વડોદરા : સજાતીય સંબંધ બાદ ભાગેલી વડોદરાની યુવતી અને કિશોરી 5 મહિને પકડાઈ

0
7

પાણીગેટમાં રહેવા આવેલી 25 વર્ષિય યુવતી 5 માસ અગાઉ પાડોશમાં રહેતી 17 વર્ષની સગીરાને પ્રેમ ચુંગાલમાં ફસાવી ભગાડી ગઈ હતી. પીસીબીની ટીમે બંનેને અમદાવાદથી ઝડપી પાડી હતી. યુવતીએ સગીરાએ સાથે સજાતીય સંબંધ હોવાનું જણાવતાં પાણીગેટ પોલીસે મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.

પાણીગેટમાં 5 માસ અગાઉ સગીરા ગુમ થઈ હતી. પરિવારે શોધખોળ બાદ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પીસીબીને માહિતી મળતાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ ટીમને સાથે રાખી અમદાવાદમાં મજૂરી કામ કરી સાથે રહેતી સગીરા અને યુવતીને ઝડપી લીધી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, 5 માસ અગાઉ સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી. તેણીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો.

બંને વચ્ચે વાતચીત વધતાં એકબીજા પ્રત્યે આકર્ષણ વધ્યું હતું અને પ્રેમમાં પડ્યાં હતાં. યુવતીએ સગીરાને સારી જગ્યાએ લગ્ન કરાવી આપીશ તેમ કહી વિશ્વાસમાં લઈ તેને લઈને ફરાર થઈ હતી. તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કામ કરતાં હતાં. તે બંને વચ્ચે પ્રેમ થયા બાદ સજાતીય સંબંધ પણ બંધાયો હતો. પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીએ લૂંટેરી દુલ્હન બની અનેકને ઠગ્યા
પોલીસની તપાસમાં એક ચોકાવનારી બાબત સામે આવી છે જેમાં સગીરાને સારી જગ્યાએ લગ્ન કરાવી આપવાની લાલચ આપી લઈ ગઈ હતી. જોકે તેણીએ અગાઉ લૂંટેરી દુલ્હન બની અનેક યુવકોને ઠગ્યા હોવાનું પણ સપાટી પર આવ્યું છે. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં પડાવી લેતી હતી. પોલીસે યુવતી વિરુદ્ધ ક્યાં ક્યાં ગુના દાખલ થયા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here