વડોદરા : એટીએમની વિગતો મેળવી ભેજાબાજે બેંક ખાતામાંથી ઓનલાઇન રૃપિયા ટ્રાન્સફર કર્યું

0
4

વડોદરા નજીક કપુરાઇ ગામમાં રહેતા એક નોકરિયાતને ફોન કરી બેંકના એટીએમની વિગતો મેળવી ભેજાબાજે બેંક ખાતામાંથી રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઇ કરતા પોલીસે તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે કપુરાઇ ગામમાં નવીનગરી ખાતે રહેતા ધનજી ખુશાલભાઇ રોહીત રાવપુરા વિસ્તારમાં દવાની હોલસેલ દુકાનમાં નોકરી કરે છે. તેમનું ડભોઇરોડ પરની કોર્પોરેશન બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ છે અને તેનું એટીએમ કાર્ડ પણ તેઓ ધરાવે છે. તા.૬ જુલાઇ ૨૦૨૦ના રોજ તેઓ ઘેર હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી એક શખ્સનો ફોન આવ્યો હતો.

ફોન કરનાર શખ્સે પોતે હું બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી બોલું છું, તમે ખરીદેલા મોબાઇલના ૧.૫ ટકા વ્યાજના પૈસા પાછા આપવાના છે જેથી તમારા એટીએમનો ૧૬ આંકડાવાળો નંબર અને સીવીસી નંબર આપો. ફોન કરનારની વાતમાં આવી જઇ ધનજીભાઇએ બંને વિગતો આપી હતી અને આ સાથે જ તેમના બેંક એકાઉન્ટમાંથી રૃા.૧૨૯૯૯ પૈસા ડેબીટ થઇ ગયા હતાં.

આ અંગે ધનજીભાઇએ જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લામાં એક્ટિવ થયો હોવાનું જણાયું હતું. જો કે બાદમાં તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ અંગે આખરે વરણામા પોલીસમાં ધનજીભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here