Monday, October 18, 2021
Homeવડોદરા : સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડના તમામ 575 બેડ હાઉસફુલ
Array

વડોદરા : સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડના તમામ 575 બેડ હાઉસફુલ

વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે એક જ દિવસમાં સયાજી હોસ્પિટલમાં કોરોનના 85 દર્દીઓને એડમિટ થતાં કોવિડ વોર્ડના તમામ 575 બેડ હાઉસફુલ થઇગયા છે. જેને પગલે સયાજી હોસ્પિટલમાં રાતોરાત વધુ 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજ પરના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે આજે બેઠક બોલાવી હતી અને બેઠક બાદ તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા 8 હજારથી વધારીને 10 હજાર કરવામાં આવશે.

ધીરજ હોસ્પિટલ ખાતે 100 બેડ કાર્યરત કરાયા
ફરજ પરના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, ધીરજ હોસ્પિટલ ખાતે 100 બેડ કાર્યરત કરાયા છે, જે પૈકી 15 બેડમાં વેન્ટિલેટર પણ શરૂ કરાયા છે. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સની સેવાઓને વધુ ઝડપી બનાવવામાં આવશે. ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની સુવિધા વધારવામાં આવી રહી છે અને સયાજી અને ગોત્રી હોસ્પિટલમાંથી પાયોનિયર અને સુમનદીપ કેમ્પસમાં દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. આ બંને કેમ્પસમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે

ફરજ પરના ખાસ અધિકારી વિનોદ રાવે આજે બેઠક બોલાવી હતી
ફરજ પરના ખાસ અધિકારી વિનોદ રાવે આજે બેઠક બોલાવી હતી

હાલ ઓક્સિજનનો કોઇ પ્રોબ્લમ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનનો કોઇ પ્રોબ્લમ નથી. આવનારા દિવસોમાં પણ પ્રોબ્લમ નહીં આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે અને બેડની શોર્ટેઝ નહીં આવે તે પણ અમે નક્કી કરીશું.

સયાજી હોસ્પિટલમાં રાતોરાત વધુ 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે
સયાજી હોસ્પિટલમાં રાતોરાત વધુ 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે

વડોદરામાં આજે વેક્સિનેશન બંધ
વડોદરામાં હાલ 34 અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યાં છે. જ્યારે વધુ વેક્સિનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા શહેરમાં આગામી સમયમાં વધુ વેક્સિનેશન સેન્ટર ખોલવામાં આવશે. વેક્શિનેશન પ્રોગ્રામમાં વડોદરા રાજ્યમાં બીજા નંબરે છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું. તો બીજી તરફ શનિવારે જ શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડતા આજે રવિવારે તમામ સેન્ટરો પર વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આજે સાંજ સુધીમાં નવો જથ્થો આવતા સોમવારથી રાબેતા મુજબ રસીકરણ શરૂ થઇ શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments