વડોદરા : સેન્ટ્રલ જેલના તમામ કેદીઓએ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું

0
5

વડોદરા સેન્ટ્રલ જેલના કેદી બંધુઓ અને જેલની ચાર દીવાલો વચ્ચે ફરજ બજાવતા કર્મચારીઓ માટે ગત રવિવાર અનોખો બની રહ્યો હતો. આ દિવસે તમામ કેદીઓએ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. યાદ રહે કે, વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણીના માધ્યમથી આ કાર્યક્રમ દ્વારા દેશ સાથે જોડાય છે.

રવિવારે મન કી બાતના 75માં કાર્યક્રમનું પ્રસારણ થયું હતું
ગત રવિવારે તેની 75મી કડીનું પ્રસારણ થયું હતું જે જેલ કેદીઓ પણ સાંભળી શક્યા હતા. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દ્વારા લોકો સાથે સમાજ અને રાષ્ટ્ર ઘડતરના નવીન વિચારો રજૂ કરવાની સાથે પહેલરૂપ વિકાસના પ્રવાહોની અદના આદમીઓના સમાજ અને દેશને ઉપયોગી, પર્યાવરણ સંરક્ષક, જળ સંરક્ષક, શિક્ષણ અને સમાજ સુધારણા તેમજ નારી સશક્તિકરણ વિષયક પ્રયોગોની ચર્ચા કરે છે અને દેશને આ પ્રવાહો સાથે જોડાવાની દિશા દર્શાવે છે.

કેદીઓએ રવિવારે PM મોદીના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું
કેદીઓએ રવિવારે PM મોદીના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું

વડોદરા સેન્ટ્રલ જેલમાં રાજ્યનું ચોથુ રેડિયો સ્ટેશન શરૂ થયું હતું
રેડિયો પ્રિઝન લાઈવ જેને જેલની પોતાની આકાશવાણી કહી શકાય એવી અનોખી વ્યવસ્થા હેઠળ આ કાર્યક્રમનું કેદીઓ માટે લાઈવ પ્રસારણ શક્ય બન્યું હતું. નોંધ લેવી ઘટે કે, ગુજરાત રાજ્યની જેલ ઓથોરિટી દ્વારા કેદી કલ્યાણની નવતર પહેલરૂપે બ્રોડકાસ્ટીંગ ટેકનોલોજીનો વિનિયોગ કરીને આ વર્ષની 3 માર્ચે એફ.એમ.રેડિયો પ્રસારણ સુવિધાનો જેલ પરિસરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે રાજ્યની જેલોનુ ચોથું રેડિયો સ્ટેશન હતું.

રેડિયો સ્ટેશનના સંચાલનમાં કેદીઓને ભાગીદાર બન્યા છે
આ રેડિયો સ્ટેશનના સંચાલનમાં કેદીઓને ભાગીદાર બનાવવામાં આવ્યાં છે. જેનો હેતુ અંતેવાસીઓને ભજનો, ગીતો, લોકગીતો, પ્રવચનોના શ્રવણની તક આપીને સુધારણાના પ્રયાસોને વેગ આપવાનો છે. આ વ્યવસ્થા કેદીઓને રેડિયો જોકી બનીને પ્રસારણના સંચાલન અને પોતાની કળા અને વિચારો રજૂ કરવાની ખુબ સુંદર તકો આપે છે.

વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણીના માધ્યમથી આ કાર્યક્રમ દ્વારા દેશ સાથે જોડાય છે.
વડાપ્રધાન દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણીના માધ્યમથી આ કાર્યક્રમ દ્વારા દેશ સાથે જોડાય છે.

કેદી બંધુઓએ આનંદની લાગણી વ્યક્ત કરી
આ વ્યવસ્થા હેઠળ પ્રધાનમંત્રીનો લોકપ્રિય બનેલો કાર્યક્રમ લાઈવ શ્રવણ કરવાની તક મળતાં કેદી બંધુઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જેલ સ્ટાફ પણ તેમની સાથે પ્રસારણ શ્રવણમાં જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here