Saturday, September 18, 2021
Homeવડોદરા : ફતેગંજમાં મહિલાનો વકીલ વિરૃધ્ધ આક્ષેપ
Array

વડોદરા : ફતેગંજમાં મહિલાનો વકીલ વિરૃધ્ધ આક્ષેપ

ફતેગંજ વિસ્તારમાં એક સિનિયર સિટિઝન વકીલ  વિરૃધ્ધ  સિનિયર સિટિઝન મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ તરીકે ઓળખાણ આપનાર પુરૃષની અટકાયત કરી છે.

નિવૃત્ત મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે, ઊર્મિ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષભાઇ ટેરેસ પરથી ગંદા ઇશારા કરતા હોય છે અને તું વાંઝણી છું. તેમ કહી અપશબ્દો પણ બોલતા હોય છે.

ગઇકાલે સાંજે હું નીચે ઉતરતી હતી ત્યારે આશિષભાઇએ મારો હાથ પકડી તું મારા ઘરમાં કેમ આવતી નથી તેમ કહી ઘરમાં ખેંચવાનો પ્રયાસ કરતાં હું ગભરાઇને નીચે ઉતરી ગઇ હતી અને બૂમરાણ મચાવી હતી.

તેઓ ઘણીવાર બાઇક પર મારી પાછળ પણ આવે છે અને મને બાઇક પર બેસી જવા કહીને હેરાન કરે છે. આ ઉપરાંત તેઓ રહેવાસીઓને પણ ગાળો ભાંડતા હોય છે. ફતેગંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આશિષ તારકસ(ઉં.વ.૬૬)ની અટકાયત કરી હતી.

મહિલા સાથે દુષ્કર્મ આચરનાર અકોટાના આધેડની ધરપકડ

પતિની ગેરહાજરીમાં મહિલાને ધમકી આપી દુષ્કર્મા આચર્યું

પતિની ગેરહાજરીમાં મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આધેડવયના પુરૃષની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.

પરિણીત મહિલાએ પોલીસને કહ્યું હતું કે, સમીર નામના આધેડવયના પુરૃષે બૂમો પાડીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. જેથી પતિને બનાવની જાણ કરતાં તેણે ફરિયાદ કરવા માટે હિંમત આપી હતી.

ગોત્રી પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે સમીર સહિદખાન રાઠોડ (અકોટા ગામ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments