Saturday, September 18, 2021
Homeગુજરાતવડોદરા : કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતાં રોડ પર દેશી દારૂની...

વડોદરા : કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતાં રોડ પર દેશી દારૂની રેલમછેલ થઇ

પોલીસ તંત્ર અને મંત્રીઓની દારૂબંધીની વાતો વચ્ચે વડોદરા શહેરના સોમા તળાવ બ્રિજથી તરસાલી જવાના રસ્તા પર બંસલ મોલ પાસે મોડી રાત્રે દેશી દારૂ લઇને જઇ રહેલા બુટલેગરની મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. દારૂ બંધીની વાતો કરતા મંત્રીઓ અને પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવતા આ બનાવની જાણ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી અને ગણતરીના કલાકોમાં ઘટનાના વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે દેશી દારૂ વેચનાર એક મહિલા સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં હતા.

અકસ્માત થતાં રોડ પર દેશી દારૂની રેલમછેલ થઇ
સોમવારે મોડી રાત્રે સોમા તળાવથી તરસાલી દંતેશ્વર તરફ જઇ રહેલા રાકેશકુમાર ભટ્ટની કાર અને પૂરપાટ જઇ રહેલા બુટલેગરની મોપેડ વચ્ચે બંસલ મોલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર અકસ્માત સર્જાતા જ મોપેડ ઉપર થેલામાં ભરેલી દેશી દારૂની પોટલીઓ ફાટી ગઇ હતી અને રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. તો કેટલીક પોટલીઓ ન ફાટતા રોડ ઉપર પડી રહી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, મોપેડના ટુકડે-ટુકડા થઇ ગયા હતા અને કારને પણ નુકસાન થયું હતું.

સ્કૂટરમાંથી દારૂની પોટલીઓ તૂટીને નીચે પડી ગઇ હતી
સ્કૂટરમાંથી દારૂની પોટલીઓ તૂટીને નીચે પડી ગઇ હતી

બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો
બીજી બાજુ જોરદાર અકસ્માત થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દોડી આવે અને કાર ચાલક કારમાંથી નીચે ઉતરે તે પહેલાં દેશી દારૂ લઇને જઇ રહેલ મોપેડ ચાલક બુટલેગર પોતાની મોપેડ સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. ટોળે વળેલા લોકોએ ઘટનાના વીડિયો ઉતારી ગણતરીની મિનીટોમાં સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા. જોકે, આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરંત જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મોપેડનો કબજો લઇને સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના આધારે ફરાર બુટલેગરની તપાસ શરૂ કરી હતી.

અકસ્માતમાં સ્કૂટરના બે ટૂકડા થઇ ગયા હતા
અકસ્માતમાં સ્કૂટરના બે ટૂકડા થઇ ગયા હતા

પોલીસે વાઇરલ વીડિયોના આધારે બુટલેગરની ધરપકડ કરી
મકરપુરા પોલીસે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ઘટનાના વીડિયો અને ઘટના સ્થળ પાસેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં બુટલેગર પરેશ વિનુભાઇ ઠાકોરને(રહે, ટેકરાવાળું ફળિયું, ભાલીયાપુરા ગામ, વડોદરા) ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પરેશ ઠાકોરની પૂછપરછ કરતા તેણે તરસાલી પાસે આવેલા વડદલા ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા પપ્પુ(રહે, હરીનગર, વડદલા), શબ્બિર મલેક(રહે, વડદલા ગામ) અને ઇલાબહેન ગણપતભાઇ પટેલ(રહે, સોમાતળાવ, મંદિરવાળું ફળીયું, વડોદરા) પાસેથી લાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કરીને તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

પોલીસે વાઇરલ વીડિયોના આધારે બુટલેગરની ધરપકડ કરી
પોલીસે વાઇરલ વીડિયોના આધારે બુટલેગરની ધરપકડ કરી

એક મહિલા સહિત 3 વોન્ટેડ જાહેર
મોડી રાત્રે તરસાલી રોડ બંસલ મોલ પાસે બનેલા આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મુકી હતી. નોંધનીય બાબત એ છે કે, શહેરમાં બે રોકટોક દેશી-વિદેશી દારૂની ખેપો વાગી રહી છે. ખેપીયાઓ જાનમાલને નુકશાન પહોંચાડે તે રીતે પોતાનું વાહન હંકારતા હોય છે. મોડી રાત્રે તરસાલી રોડ બંસલ મોલ પાસે બનેલા બનાવમાં મોપેડના જે રીતે ટુકડા થઇ ગયા છે. તે જોતા સ્પષ્ટ જણાય છે કે, ખેપીયો કેટલી સ્પીડમાં મોપેડ લઇને જતો હતો. મકરપુરા પોલીસે ઝડપાયેલા બુટલેગર પરેશ ઠાકોર અને ત્રણ વોન્ટેડ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું
અકસ્માતમાં કારને પણ નુકસાન થયું હતું
વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી
વીડિયો વાઇરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments