Friday, March 29, 2024
Homeવડોદરા : NH-48 પર ઉભેલી ટ્રકને સાથે અથડાતા એક્ટિવા ચાલક યુવતીનું મોત,
Array

વડોદરા : NH-48 પર ઉભેલી ટ્રકને સાથે અથડાતા એક્ટિવા ચાલક યુવતીનું મોત,

- Advertisement -

વડોદરાઃ વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે એક્ટિવા અથડાતા 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતીની માતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટના કડક નિયમો છતાં મોતને ભેટેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું નહોતું. યુવતીએ જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.

સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા ટ્રક સાથે અથડાઇ
વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલા પોર ગામમાં રહેતી ઉન્નતિ ઉપાધ્યાય(19) ગુરૂવારે રાત્રે તેની માતાને એક્ટિવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યા પછી ઉન્નતિ અને તેની માતા એક્ટિવા પર ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે રાત્રીના 10-30 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે નં-48 ઉપર માતૃછાયા રેસ્ટોરન્ટ પાસે એક ટ્રકને પંચર પડતા ચાલકે ટ્રક રસ્તા પર ઉભી કરી દીધી હતી. આ સમયે હાઇવે પરથી પસાર થઇ રહેલી ઉન્નતિએ અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને એક્ટિવા ધડાકાભેર ટ્રકની પાછળ ભટકાઇ ગઇ હતી.

મૃતક યુવતીની માતા હાલ સારવાર હેઠળ
આ અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળે પર જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલી તેની માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.

યુવતીએ હેલ્મેટ પહેર્યું હોત તો જીવ બચ્યો હોત
સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, એક્ટિવા ચાલક યુવતીએ હેલ્મેટ પહેર્યું નહોતુ. જેથી ટ્રકની પાછળની લોખંડની બોડી ધડાકાભેર તેના યુવતીના માથાના ભાગે વાગી હતી જેથી યુવતીના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જો એક્ટિવા સવાર યુવતીએ હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ આજે તેનો જીવ બચી ગયો હોત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular