વડોદરા – તુલસીવાડીમાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો કારેલીબાગ પોલીસે પર્દાફાશ કર્યો, માંસનો જથ્થો અને 6 જીવતા પશુ મળ્યા, 2ની ધરપકડ

0
0
  • કારેલીબાગ પોલીસે બાતમીને આધારે રેડ પાડતા દુકાનમાંથી માંસ અને જીવતા પશુઓ મળ્યા
  • પોલીસે 4 પાડા અને 2 ભેંસને સયાજીપુરા પાંજરાપોળમાં મોકલી આપ્યા

કૃણાલ પટેલ,સીએન 24

વડોદરા. વડોદરા શહેરના તુલસીવાડીમાં આવેલી દુકાનમાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો કારેલીબાગ પોલીસે પર્દાફાશ કર્યો છે. કતલખાનામાંથી પોલીસને માંસનો જથ્થો અને 6 જીવતા પશુઓ મળી આવ્યા છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે માંસના સેમ્પલ લઇને FSLમાં મોકલ્યા 
વડોદરા શહેરના કારેલીબાગ પોલીસને માહિતી મળી હતી કે, તુલસીવાડીમાં આવેલા તળાવના કાંઠે આવેલી એક દુકાનમાં ગેરકાયદે પશુઓની કતલ થાય છે, જેને આધારે પોલીસે દુકાનમાં રેડ પાડી હતી. જેમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો અને 4 પાડા અને 2 ભેંસ મળી આવી હતી. જેને સયાજીપુરા પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે. દુકાનમાંથી મળેલી માંસ કયા પશુનું છે તે જાણવા માટે પોલીસે તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યું છે અને પોલીસે આરોપી ફરહાન યામીન કુરેશી(ઉ.20) અને વસીમ નઇમ કુરશી(ઉ. 21), (બંને રહે, તુલસીવાડી)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here