Saturday, September 18, 2021
Homeવડોદરા : મધ્યસ્થ જેલનો કેદી નડિયાદના સલુણમાંથી પોલીસે ઝડપી લીધો
Array

વડોદરા : મધ્યસ્થ જેલનો કેદી નડિયાદના સલુણમાંથી પોલીસે ઝડપી લીધો

ખેડા પોલીસે પેરોલ, વચગાળાના જામીન ઉપર ફરાર તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવ્યો છે. જેમાં પેરોલ ફ્લોસ્ક્વોડ પોલીસે વડોદરા મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવેલા ફરાર એક કેદીને પકડી પાડી મધ્યસ્થ જેલ ખાતે વધુ સજા ભોગવવા જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસના માણસો ગતરાત્રે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી હકીકત મળી હતી કે, વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો કેદી સુરેશ ભીખાભાઇ (પાટણવાડીયા) ઠાકોર (રહે.ભાથીજી મંદિર પાસે સલુણ તળપદ તા.નડીયાદ જી.ખેડા)એ સલુણ ગામે દુધની ડેરી ખાતે આવનાર છે.

બાતમીના આધારે પોલીસ સાદા ડ્રેસમાં ત્યાં પહોંચી ઉપરોક્ત વોન્ટેડ આરોપી સુરેશ ઠાકોરને દબોચી લીધો હતો. આરોપીની અટક કર્યા બાદ આ અંગેની નોંધ નડીયાદ રૂરલ પો.સ્ટે.ખાતે સ્ટે.ડા.માં કરાવી આરોપીને વધુ સજા ભોગવવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments