Wednesday, January 19, 2022
Homeગુજરાતવડોદરા : બોઇલર બ્લાસ્ટમાં વધુ એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત

વડોદરા : બોઇલર બ્લાસ્ટમાં વધુ એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત

વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં વડસર બ્રિજ નીચે આવેલી દવાના રો મટીરીયલ બનાવતી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં 24 ડિસેમ્બરે થયેલી બોઇલર બ્લાસ્ટની ઘટનામાં વધુ એકનું મોત થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈનું મોત થયું છે. આમ દુર્ઘટનામાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે.

 

 

એક કિમીના વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી

વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાં વડસર બ્રિજ નીચે આવેલી દવાના રો મટીરીયલ બનાવતી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 24 ડિસેમ્બરે સવારે 9:30 વાગે બોઈલરમાં ઓવર પ્રેસરને કારણે પ્રચંડ ધડાકો થયો હતો. જેમાં બોઈલર ઓપરેટર બે કર્મચારી તેમજ બાજુમાં કર્મચારીઓના રેસિડેન્સીમાં રહેતા ચાર વર્ષની બાળકી અને તેની માતા સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઘટનાસ્થળ પર કામ કરી રહેલા 8 કર્મચારી અને ટ્રક અનલોડ કરવાનું કામ કરતા અન્ય મળી કુલ 11 વ્યક્તિઓ ઘાયલ થતાં સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ધડાકાની તીવ્રતા એટલી હતી કે, બે કિલોમીટર સુધી સ્થાનિક લોકોએ ધરતીકંપ થયો હોય તેવો અનુભવ કર્યો હતો અને એક કિલોમીટર સુધીના વિસ્તારમાં કંપનીઓ અને ઘરોમાં કાચ તૂટ્યા હતા અને બોઇલરનો કાટમાળ પડ્યો હતો.

 

દુર્ઘટનામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
દુર્ઘટનામાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા

બોઇલરનો સામાન ઉછળીને રેલવે ટ્રેક પર ફંગોળાયો હતો

મકરપુરા જીઆઈડીસીમાં 30 વર્ષથી કાર્યરત દવા માં વપરાતા સોડિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ બનાવવાનું કામ કરતી આ કંપનીમાં 80 જેટલા કર્મચારીઓ 24 ડિસેમ્બરના રોજ ફરજ પર હાજર હતા. દરમિયાન આઠ વાગ્યાની શરૂ થયા બાદ અચાનક કંપનીના ખુલ્લા પરિસરમાં બનાવેલા 2 બોઇલર પૈકી કાર્યરત એક બોઈલરમાં ઓવર હિટીંગ ઓવર પ્રેશરને કારણે પ્રચંડ ધડાકો થતાં બોઇલરનો સામાન ઉછળીને રેલવે ટ્રેક પર ફંગોળાયો હતો. ધડાકાને પગલે આજુબાજુની કંપનીના કર્મચારીઓ અને રાધા તેમજ વડસર બ્રીજ પરથી પસાર થતા વાહનચાલકો પણ સ્તબ્ધ બનીને દોડી આવ્યા હતા. ઘટના સમયે કંપની માં હાજર તેમના ડિરેક્ટરો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરી સ્થળ પર હાજર વાહનો દ્વારા નજીકના દવાખાને ખસેડવામા માટે પ્રયાસ હાથ ધર્યો હતો.

5 વર્ષની બાળકીનું મોત થયું હતું

ઘટનાને પગલે ગણતરીની મિનિટમાં દોડી આવેલા જી.આઇ.ડી.સી ફાયર સ્ટેશનના ફાયર ફાયટરોએ કાટમાળ નીચે દબાયેલા 21 વર્ષીય યુવાનના મૃતદેહને તેમજ એક ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે મોકલ્યો હતો. જ્યારે બોઇલરની બાજુમાં 3 પરિવારોને રહેવા માટે બનાવેલી ઓરડી બનાવી હતી. ઘટનામાં 5 વર્ષની બાળકી અને તેની માતાનો મૃતદેહ બહાર કાઢી દવાખાને મોકલ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરીના માહોલ વચ્ચે પોલીસ અને અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. કંપનીનો કાટમાળ બાજુની સોસાયટીમાં પડતા ત્યાં વાહનો અને દિવાલોને નુકસાન પહોંચ્યું હતું.

 

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈનું મોત થયું
વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈનું મોત થયું

મહિલાનું સારવાર દરમિયાન મોત

બનાવને પગલે સ્થળ પર દોડી આવેલા પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ જારી કર્યાં હતા જ્યારે મેયર દ્વારા પણ સમગ્ર ઘટનામાં તપાસ કરવાનું સૂચન કરાયું છે સ્થાનિક લોકોએ રહેણાક વિસ્તારમાં આવી કંપનીઓ ન હોવી જોઇએ તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંદાજે બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 15 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. જે પૈકી ચાર વ્યક્તિના મોત થયાનું સત્તાવાર જાહેર કરાયું હતું. જ્યારે સારવાર દરમિયાન ગઇકાલે શુક્રવારે શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈનું મોત થયું હતું.

મૃતકોના નામ

  • રવિ જીતેન્દ્ર વસાવા, (ઉં.21), રહે. નવી નગરી, બિલ ગામ
  • સતીષ એમ. જોશી, (ઉં.65), રહે. વિજયનગર, તરસાલી
  • રિયા કમલેશ ચૌહાણ, (ઉ.05), રહે. વડસર રોડ, કંપનીમાં
  • વર્ષા કમલેશ ચૌહાણ, (ઉ.30), રહે. વડસર રોડ, કંપનીમાં
  • શીતલબેન મહેન્દ્રભાઈ ભોઈ દુર્ઘટનામાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular