Tuesday, September 21, 2021
Homeવડોદરા : મામલતદાર અને પોલીસ વચ્ચે મનમેળ નહી જામતાં અશાંત ધારાની ૩૦૦...
Array

વડોદરા : મામલતદાર અને પોલીસ વચ્ચે મનમેળ નહી જામતાં અશાંત ધારાની ૩૦૦ જેટલી ફાઇલો અટવાઇ

વડોદરા શહેરમાં અશાંત ધારાને લગતી ફાઇલોના નિકાલમાં તંત્રના ઉદાસીન વલણના કારણે અનેક લોકો અટવાયા છે.કોરોનાના કેસો નહિંવત્ રહ્યા હોવા છતાં હજી તંત્રએ આળસ નહીં મરડી હોવાથી લોકોની પરેશાની વધી રહી છે.
વડોદરામાં અકોટા,તાંદલજા,વાડી, તરસાલી, કારેલીબાગ, હરણી,ગોરવા, ચાર દરવાજા,વાઘોડિયા રોડ,આજવા રોડ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડતો હોવાથી મિલકતોની લેવેચમાં અડચણ પડી રહી છે.

કેટલાક કિસ્સાઓમાં તો હિન્દુ-હિન્દુને કે મુસ્લિમ-મુસ્લિમને મિલકત આપવા માંગતા હોય તો પણ કાયદાના નામે અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે.તો પહોંચ ધરાવતા હોય તેવા લોકોના કામો ફટાફટ થઇ જતા હોવાના પણ કિસ્સા બન્યા છે.

કોરોનાને કારણે અશાંત ધારાની ફાઇલો અટવાઇ હતી.પરંતુ ત્યારપછી પણ મામલતદાર અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે મનમેળ નહી જામતો હોવાથી ૩૦૦ થી વધુ ફાઇલોનો નિકાલ આવી રહ્યો નહીં હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વડોદરામાં ચાર મામલતદાર છે અને ચારેય ચાર્જમાં છે.અશાંત ધારાના અભિપ્રાય માટે મામલતદાર અને પીઆઇની સંયુક્ત ટીમે સ્થળ પર જઇ સર્ચ કરવાનું હોય છે અને આસપાસના લોકોના નિવેદનો લેવાના હોય છે.પરંતુ તેમની વચ્ચે મેળ નહીં ખાતો હોવાથી લોકોના કામો અટવાયા છે.

અશાંત ધારાની ફાઇલો અંગે જોઇન્ટ પોલીસ કમિશનર અજાણ

અશાંત ધારાની ફાઇલો અટવાઇ હોવાના ચર્ચાસ્પદ મુદ્દે સંયુક્ત પોલીસ કમિશનરે આ અંગે તેમની પાસે કોઇ જાણકારી નહીં હોવાનું કહ્યું હતું.

સંયુક્ત પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાને અશાંત ધારાની ફાઇલો ઘોંચમાં પડી હોવાના મુદ્દે પૂછતાં તેમણે કહ્યું હતું કે,આ અંગે મારી પાસે કોઇ જાણકારી નથી.

સામાન્ય રીતે આ મુદ્દો એસીપી કક્ષાનો હોય છે જેથી તેમને પૂછી જુઓ.આમ,અશાંત ધારાના મુદ્દે પોલીસ અધિકારીઓ વચ્ચે પણ મનમેળ નહીં હોવાનું દેખાઇ રહ્યું છે.

પોલીસના લેવલે તપાસ અટવાતી નથીઃ એસીપી રાજગોર

અશાંત ધારાના કેસમાં પ્રાથમિક તપાસમાં નેગેટિવ અભિપ્રાય આવે  તો ફાઇલ ત્યાંજ અટકી જાય છે અને તેની આગળ તપાસ કરવાની રહેતી નથી

અશાંત ધારાના કિસ્સા બાબતે એસીપી એ વી રાજગોરને પૂછતાં તેમણે કહ્યુ હતું કે, અશાંતધારામાં પીઆઇ અને મામલતદારનો સંયુક્ત રિપોર્ટ હકારાત્મક આવે તો એસીપી અને ડીસીપીએ વિઝિટ લઇ તપાસ કરવાની હોય છે અને ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ આપવાનો હોય છે.

પોલીસની કક્ષાએ તપાસ અટવાતી હોય તેવા કિસ્સા ભાગ્યે જ બનતા હોય છે.જો નીચેના લેવલે એટલે કે પીઆઇ અને મામલતદારની તપાસમાં નકારાત્મક અભિપ્રાય આવે તો તેની આગળ તપાસ કરવાની રહેતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments