Monday, October 25, 2021
Homeવડોદરા : GIDCની નામાંકિત કંપનીઓમાં 400 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા
Array

વડોદરા : GIDCની નામાંકિત કંપનીઓમાં 400 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા

વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોના વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો છે. નંદેસરી GIDCની નામાંકિત કંપનીઓમાં 400 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેને પગલે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

દીપક નાઇટ્રેટ, સુદકેમી, કોરોમંડલમાં કોરોનાના કેસ નોંધાયા
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસે આતંક મચાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રોજ જુદા-જુદા વિસ્તારો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. નંદેસરી GIDCમાં આવેલી દીપક નાઇટ્રેટ, સુદકેમી, કોરોમંડલ અને રણોલીની GIDCની GACL કંપનીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જેને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોરોના પોઝિટિવ કર્મચારીઓને હોમ ક્વોરન્ટીન કરીને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. અંદાજે 400 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

મંગળવારે SBIના 12 કર્મચારી સંક્રમિત થયા હતા
આ પહેલા મંગળવારે નંદેસરી ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં બ્રાન્ચ મેનેજર સહિત 12 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા. જેને પગલે બેંકને બંધ કરવામાં આવી હતી અને હવે નંદેસરી GIDCની કંપનીઓમાં કોરોના વિસ્ફોટ થતાં કર્મચારીઓ અને તેમના પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા છે.

રણોલીની GIDCની GACL કંપનીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે
રણોલીની GIDCની GACL કંપનીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે

મંગળવારે રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ નોંધાયા હતા
વડોદરા શહેર અને જિલ્લા છેલ્લા 3 દિવસથી કોરોનાના રોજ 300થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. મંગળવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે.

નંદેસરી GIDCની નામાંકિત કંપનીઓમાં 400 કર્મચારીઓ સંક્રમિત થયા
નંદેસરી GIDCની નામાંકિત કંપનીઓમાં 400 કર્મચારીઓ સંક્રમિત થયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments