વડોદરા : અતુલ શેઠિયાની 21 વર્ષિય દીકરી દીક્ષા લેવાની છે

0
5

શ્રી અલકાપુરી જૈન સંઘમાં રવિવારે આચાર્ય શ્રેયાંસપ્રભસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં 10 મુમુક્ષોનો દર્શનયાત્રા મહોત્સવ યોજાયો હતો. આ મુમુક્ષો એપ્રિલથી જૂનમાં દીક્ષા લેવાના છે. જેમાં અતુલ શેઠિયાની 21 વર્ષિય દીકરી પણ દીક્ષા લેવાની છે. અતુલભાઈના દીકરાએ 3 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી.

વામા શેઠિયા (ઉ.વ.21)એ જણાવ્યું હતું કે, મેં ગ્રેજ્યુએશન પૂરું કરી ઈન્ટર સીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને ધાર્મિક ક્ષેત્રમાં કર્મગ્રંથ પર અભ્યાસ કર્યો છે. 13 જૂને હું સૌરાષ્ટ્રના સોનગઢ ખાતે દીક્ષા લઈશ. મારા ભાઈ શ્રમણદર્શન વિજયજી મહારાજ સાહેબે 3 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. ભાઈએ જ દીક્ષા લીધા બાદ મને સાંસારિક જીવન અને સંયમિત જીવન વિશે સમજાવ્યું હતું.

મારાં માતા-પિતાને મેં મારી દીક્ષા લેવાની ઈચ્છા સંભળાવી ત્યારે તેમને પણ મને સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ 2019માં નવસારી ખાતે ચોમાસું કર્યું હતું અને 2020ના ફેબ્રુઆરીમાં સુરતમાં 77 દીક્ષા હતી, તે જોઈને મારી દીક્ષા લેવાની ઈચ્છા પ્રબળ બની હતી. મારો દીક્ષા લેવાનો નિર્ણય સાંભળી અનેક લોકોએ મને દીક્ષા કેમ લો છો, તેવા પ્રશ્નો પૂછ્યા હતા.

ત્યારે મેં કહ્યું કે, એક તરફ મર્સીડિઝ અને બીજી તરફ મારુતિ 800 કાર મૂકો તો તમે કઈ કાર પસંદ કરશો? તમામે મર્સીડિઝ પસંદ કરી તેમ મેં તેમને સમજાવ્યું કે મેં પ્રભુે બતાવેલા માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે. વામાના પિતા અતુલભાઈએ જણાવ્યું હતું કે, મને સંતોષ છે કે, મારાં દીકરા-દીકરી પ્રભુએ બતાવેલા માર્ગે જઈ રહ્યાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here