વડોદરા : બ્યુટી પાર્લર સંચાલિકાએ જ્વેલર્સ સંચાલકને ધંધાર્થે 16 લાખ આપ્યા બાદ પરત ન કરી છેતરપિંડી આચરી

0
0

વડોદરામાં બ્યુટી પાર્લર સંચાલિકાએ જ્વેલર્સ સંચાલકને ધંધાર્થે ઉછીના 16 લાખ રૂપિયા આપ્યા બાદ પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે પોલીસે જ્વેલર્સ સંચાલક નંદકિશોર સોની વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

ટુક઼઼ડે-ટુકડે મહિલાએ 16 લાખ રૂપિયા આપ્યા હતા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા સોનલબેન જીનગર બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફતેપુરા અદાણી ફુલ ચાર રસ્તા પાસે આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સના સંચાલક નંદકિશોર ઉર્ફે નદીયાભાઈ સોની પાસેથી તેઓ અવારનવાર સોના-ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હતા. દરમિયાન નંદકિશોર સોનીએ ધંધા માટે નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી ઉછીના રૂપિયા માંગ્યા હતા . જેથી સોનલબેને માર્ચ-2018 થી નવેમ્બર-2019 સુધી ટુકડે-ટુકડે 16 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જે અંગે બાહેધરી કરાર કર્યો હતો.

નાણાં પરત માગતા આજ દિવસ સુધી આપ્યા નથી
ત્યાર બાદ સોનલબેનને નાણાંની જરૂરિયાત ઉભી થતાં નંદકિશોર સોનીનો સંપર્ક સાધીને ઉછીના આપેલા નાણાં પરત કરવા માગ કરી હતી. જોકે, વારંવાર તેમણે ધક્કા ખવડાવી આજ દિવસ સુધી 16 લાખ રૂપિયા પરત આપ્યા નથી. જેથી બ્યુટી પાર્લર સંચાલિકા સોનલબેન જીનગરે મહાલક્ષ્મી જ્વેલર્સના સંચાલક નંદકિશોર ઉર્ફે નદીયાભાઈ સોની સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

બ્યુટી પાર્લરની દુકાનનું ભાડું ન ચૂકવાતા માલિકે દુકાન પણ ખાલી કરાવી
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે સોનલબેનની બ્યુટી પાર્લરની દુકાનનું ભાડું ન ચૂકવાતા માલિકે દુકાન પણ ખાલી કરાવી નાખી છે અને હાલ તેઓ ભાડાના મકાનમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here