Wednesday, September 29, 2021
Homeવડોદરા : અન્નવિતરણના લાભાર્થીઓ લિફ્ટમાં ફસાતા મચી દોડધામ
Array

વડોદરા : અન્નવિતરણના લાભાર્થીઓ લિફ્ટમાં ફસાતા મચી દોડધામ

રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલા પ્રમુખ સ્વામી ટાઉન હોલમાં દ્વારા અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા લાભાર્થીઓ પૈકી 12 જેટલા લોકો હોલની લિફ્ટમાં ફસાઇ જતાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે, કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રયાસો કરીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

12 જેટલા લોકો હોલની લિફ્ટમાં ફસાઇ જતાં અફરાતફરી મચી ગઇ - Divya Bhaskar

12 લાભાર્થીઓ ટાઉન હોલની લિફ્ટમાં ફસાયા

રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાદરા પ્રમુખ ટાઉન હોલ ખાતે અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિકારીઓ, સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા. આયોજીત આ કાર્યક્રમમાં અન્ન યોજનાનો લાભ લેવા માટે આવી પહોંચેલા લાભાર્થીઓ પૈકી 12 જેટલા લાભાર્થીઓ ટાઉન હોલની લિફ્ટમાં ફસાઇ ગયા હતા.

પ્રમુખ સ્વામી ટાઉન હોલની લિફ્ટમાં 12 લોકો ફસાઇ જતા અફરાતફરી મચી ગઇ હતી
પ્રમુખ સ્વામી ટાઉન હોલની લિફ્ટમાં 12 લોકો ફસાઇ જતા અફરાતફરી મચી ગઇ હતી

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દોડી ગયા

લિફ્ટમાં ફસાઇ ગયેલી મહિલાઓ સહિત 12 લોકોએ બુમરાણ મચાવતા કાર્યક્રમમાં આવેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત ઉપસ્થિત લોકો દોડી ગયા હતા. કાર્યક્રમમાં હાજર લોકોએ લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. લિફ્ટમાં અડધો કલાક ઉપરાંત ફસાયેલ લોકો હેમખેમ બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો. એક તબક્કે આ બનાવને પગલે અફરાતફરી મચી ગઇ હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રયાસો કરીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્રયાસો કરીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા

અધિકારીને ચૌદમુ રતન બતાવવાની ચીમકી

અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગીક પ્રવચનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જીભ લપસી હતી. તેમણે ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, કોઇ અધિકારી કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવતા ખચકાઇશ નહીં. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના જે ઉમેદવાર આવે તેઓને જંગી બહુમતીથી જીતાડી લાવવા માટેની અપીલ પણ કરી નાખી હતી.

અન્ન વિતરણ કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ દોડી ગયા
અન્ન વિતરણ કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ દોડી ગયા
લોકોએ અડધો કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા
લોકોએ અડધો કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments