Saturday, September 18, 2021
Homeગુજરાતવડોદરા : નોકરી આપવાના બહાને ભેજાબાજ ટોળકીએ વિદ્યાર્થી સાથે આચરી છેતરપિંડી

વડોદરા : નોકરી આપવાના બહાને ભેજાબાજ ટોળકીએ વિદ્યાર્થી સાથે આચરી છેતરપિંડી

બી.ટેક ઓટો મોબાઈલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓટોમોબાઇલ સેક્ટરમાં નોકરીની શોધમાં ફરી રહેલા વિદ્યાર્થીને નોકરી આપવાના બહાને ભેજાબાજ ટોળકીએ અલગ-અલગ બહાના બતાવી ઓનલાઇન એક લાખ રૂપિયા પડાવી નોકરી નહીં આપી છેતરપિંડી આચરવાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના કલાલી રોડ ઉપર આવેલા આસોપાલવ કલબ એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ પરિખએ ચાલુ વર્ષમાં બી.ટેક.ઓટો મોબાઈલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જૂન મહિના દરમિયાન નોકરી પામવા પોતાના બાયોડેટા ઓનલાઈન અલગ-અલગ વેબસાઈટ ઉપર મૂક્યા હતા. દરમિયાન આરતી શર્મા સાઈન ડોટ કોમની ઓળખ આપી અજાણી મહિલાએ ફોન થકી જણાવ્યું હતું કે, તમારો બાયોડેટા અમને મળી ગયો છે અને તમારા માટે બજાજ, ટાટા મોટર્સ તથા મહિન્દ્રા ખાતે સેલ્સમેન, પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગમાં વેકેન્સી છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન પેટે 2 હજાર, ફાઇલ માટે 7,750 અને કંપનીના ઇન્ટરવ્યૂ સંદર્ભે 16,750, જીએસટી પેટે 15, 500 પડાવી લીધા હતા. આમ જુદા જુદા બહાના બતાવી રૂપિયા 01 લાખ ઓનલાઈન પડાવી છેતરપીંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત મોબાઇલ નંબરના આધારે પાંચ અજાણ્યા શખસો વિરૂધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments