Monday, September 20, 2021
Homeવડોદરા : ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ...
Array

વડોદરા : ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે BJPના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો

વડોદરા શહેરમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવના ઉમેદવારી ફોર્મ સામે વોર્ડ નં-15ના BJP ઉમેદવાર આશિષ જોશીએ વાંધો ઉઠાવ્યો છે અને દિપક શ્રીવાસ્તવને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે. હવે 2 વાગ્યે ચૂંટણી અધિકારી સુનાવણી હાથ ધરશે.

દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો, પણ 3 સંતાન હોવાની રજૂઆત

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ત્યાર બાદ ભાજપે દિપક શ્રીવાસ્તવને સમજાવવાના પ્રયાસો કર્યાં હતા, પરંતુ દીપક શ્રીવાસ્તવ એકના બે થયા નહોતા અને અપક્ષ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નં-15ના ભાજપના ઉમેદવાર આશિષ જોશીએ દિપક શ્રીવાસ્તવની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો છે અને દિપક શ્રીવાસ્તવે એફિડેવિટમાં બે સંતાનનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ, તેઓને 3 સંતાનના હોવાના મુદ્દે ફોર્મ રદ્દ કરવા માંગ કરી છે અને આ અંગેના પુરાવા પણ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યાં છે.

વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ

વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવ

ડરી ગયા હોવાથી મારૂ ફોર્મ રદ્દ કરાવવા માટેના પ્રયાસ કરે છે

વોર્ડ નં-15ના અપક્ષ ઉમેદવાર દિપક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હવે એમને બીક પેસી ગઇ છે કે, આ સીટ જાય છે, જેથી મારૂ ફોર્મ રદ્દ કરાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. મારા બે સંતાનો છે, તે સાચી રજૂઆત કરી છે. મારે એક પુત્ર અને એક પુત્રી જ છે તે હકીકત સાચી છે. પ્રજા મારી સાથે છે, મારી પ્રજા કહેશે તે હું કરીશ.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પુત્ર દિપક શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને પુત્ર દિપક શ્રીવાસ્તવ

પુત્રની ટિકિટ કપાઇ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા

વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દિપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments