વડોદરા- ભાજપના MLA કેતન ઇનામદાર ફરી નારાજ થયા, આ બાબતને લઈ CMને લખ્યો પત્ર

0
0

સીએન 24,

વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વખત નારાજ થયા છે. તેઓએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રાજ્યના ખેડૂતો પાસેથી જાહેરાત કર્યા બાદ પણ તમાકુની ખરીદી ન થતા ધારાસભ્યના નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, સરકાર પ્રજાલક્ષી નિર્ણય ઝડપથી લે છે પરંતુ અધિકારીઓ તેમને ઝડપથી અમલ કરતા નથી.

રિપોર્ટ અનુસાર 19 એપ્રિલ 2020ના એક વીડિયો કોન્ફરન્સમાં તમાકુ ખરીદ કરવા બાબતે ખેડૂતોની રજૂઆતો CM વિજય રૂપાણીએ માન્ય રાખી APMC દ્વારા તમાકુ ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ આજદિન સુધી તમાકુ ખરીદ પ્રક્રિયામાં આ નિર્ણયનો અમલ નહીં થતાં તમાકુ પકવતા ખેડૂતોની હાલત કાફોળી બની છે. ખેડૂતોની સ્થિતિને લઈને રજૂઆત કરતો પત્ર કેતન ઇનામદારે મુખ્યમંત્રી રૂપાણીને સંબોધીને અને કૃષિ મંત્રો આર.સી.ફળદુને લખીને ખેડૂતો બાબતે રજૂઆત કરી છે. તેમને પત્રમાં લખ્યું હતું કે, જાહેરાતો થઇ જાય છે પરંતુ તેના અમલીકરણમાં વહીવટીતંત્ર પાછળ છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તમાકુ ખરીદવાની જાહેરાત કરતાં કેટલાક ખેડૂતોએ તેમના ખેતરમાંથી તમાકુ કાપીને તેનું વેચાણ કરવા માટે પણ ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા ખેડૂતોને સરકારની ગાઈડલાઈન નહીં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, ત્યારબાદ વેચાણ કરવા જઈ રહેલા ખેડૂતોને અધિકારીઓ પાસેથી બરાબર જવાબ નહીં મળતો હોવાના કારણે અંતે વડોદરાના ભાજપના ધારાસભ્ય સરકારને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી છે.

આ બાબતે કોંગ્રેસના નેતા પ્રશાંત પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ખેડૂતથી લઈને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. ધારાસભ્ય લેખિતમાં રજૂઆત કરવી પડે તેનો મતલબ એ છે કે, સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. વિપક્ષની વાતો સરકાર દ્વારા ધ્યાનમાં નથી લેવાથી પરંતુ પોતાના પક્ષના ધારાસભ્યો જ્યારે આ બાબતે સરકારને લખે છે ત્યારે સરકારે ચોક્કસ રીતે આ બાબતે પગલા લેવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here