Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ...
Array

વડોદરા : ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ચૂંટણી લડશે

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ચૂંટણી લડશે. આજે સવારે દિપક શ્રીવાસ્તવે વડોદરા શહેરના વોર્ડ નં-15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે તેમના પુત્રને ટિકિટ નહીં આપતા મધુ શ્રવાસ્તવ નારાજ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપમાં ગુજરાતમાં ઘણા એવા લોકો છે કે, જેમના સગાઓને ટિકિટ આપી છે. ભાજપના સંસદ સભ્યના ભત્રીજાને ટિકિટ આપી છે અને મોટા પપ્પાના છોકરાને પણ ટિકિટ આપી છે. ભાજપમાં 50 ટકા લોકો એવા લોકોને આપી છે જેમાં સગાવાદ અને જાતિવાદ જોવા મળશે.

સગાવાદના નામે બહાના કાઢીને મારા પુત્રની ટિકિટ કાપી છે

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારો પુત્ર 10 વર્ષથી કોર્પોરેટર છે. 60 વર્ષથી ઉપર ઉંમર હોય, ત્રણ ટર્મ થઇ ગઇ હોય તો બરાબર છે, મારો પુત્ર યંગ છે, છતાં સગાવાદના નામે ખોટા બહાના કરીને ટિકિટ કાપી તેનું દુઃખ છે. દિપકને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, પણ તેમાંથી તે નહીં લડે, તે ભાજપમાંથી કે અપક્ષમાંથી ફોર્મ ભરશે. તે અપક્ષમાંથી જીતશે તે નક્કી છે અને આ વાડી વિસ્તારમાં ખુબ સેવા કરી છે. અમે દરેક જાતિના લોકોની સેવા કરી છે.
ભાજપે ટિકિટ ન આપતા દિપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે

ભાજપે ટિકિટ ન આપતા દિપક શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડશે

પુત્રની ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવે નારાજગી દર્શાવી હતી

આ પહેલા પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નારાજગી દર્શાવતા જણાવ્યું હતું કે, ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે.

આજે સવારે દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

આજે સવારે દિપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

પુત્રની ટિકિટ કપાઇ જતાં મધુ શ્રીવાસ્તવ નારાજ થયા

વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવ વડોદરાના વોર્ડ નંબર 15ના કાઉન્સિલર વર્તમાન કાઉન્સિલર છે. જોકે ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં દિપક શ્રીવાસ્તવની ટિકિટ કપાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે, જેથી પુત્રને અપક્ષ ચૂંટણી ચડાવશે.

પુત્રની ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે
પુત્રની ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments