વડોદરા : સતત ચોથી વખત ભાજપે સત્તા કબજે કરી, ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત

0
10

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 45 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે વોર્ડ નં-2, 3 4, 7, 8, 9, 10, 11, 14 અને 17માં ભાજપની પેનલની જીત થઈ છે અને ​​​​​​વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વડોદરામાં ભાજપની 22 વર્ષની સૌથી યુવા મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ છે.

અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે

વોર્ડ નં-16માં 2 બેઠક પર ભાજપ અને બે પર કોંગ્રેસનો વિજય થયો

વોર્ડ નં-16માં બે બેઠક પર ભાજપ અને બે બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જેમાં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ છે. જ્યારે ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત થઈ છે. ​​​​​વોર્ડ નં-13માં 3 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ સમયે એજન્ટોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા એજન્ટો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને એજન્ટોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here