Monday, September 20, 2021
Homeવડોદરા : ગુમ થયેલા યુવાનનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો, ફાયર...
Array

વડોદરા : ગુમ થયેલા યુવાનનો મૃતદેહ 100 ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યો, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી

વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામમાં મોડી રાતથી રહસ્યમય ગુમ થયેલા યુવાનનો મૃતદેહ સવારે ગામમાં આવેલા 100 ફૂટ ઊંડા કૂવામાંથી મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કૂવામાં પડી ગયેલા યુવાનની લાશ બહાર કાઢીને પોલીસને સોંપી હતી. છાણી ટી.પી-13ના સબ ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારે 9 વાગ્યાની આસપાસ કોયલી ગામમાંથી એક યુવાન કૂવામાં પડી ગયો હોવાનો કોલ આવ્યો હતો. જેના આધારે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. 50 મિનિટની જહેમત બાદ 100 ફૂટ ઊંડા કૂવામાંથી 21 વર્ષીય યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને આ મૃતદેહ જવાહરનગર પોલીસને સોંપવામાં આવ્યો આવ્યો હતો.

ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી

વડોદરા નજીક કોયલી ગામમાં રહેતા 21 વર્ષીય કલ્પેશ કાલિદાસ વસાવા સોમવારે મોડી રાતે ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા શોધ ખોળ કરવામાં આવી હતી, પરંતુ, અલ્પેશનો પત્તો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે કલ્પેશનો મૃતદેહ ગામના કૂવામાં તરતો હોવાનું કોઈને જાણ થતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને યુવાનના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો.

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ બહાર આવશે

કલ્પેશ વસાવાએ આપઘાત કરી લીધો છે કે, રહસ્યમય રીતે પડી ગયો હતો. જે અંગેની તપાસ માટે પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કલ્પેશનું મોત કેવી રીતે થયું છે, તે બહાર આવશે. કોયલી ગામના કૂવામાંથી રહસ્યમય રીતે 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી.

ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી હતી

ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કરીને લાશ બહાર કાઢી હતી

મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઇ ગયા

ફાયર બ્રિગેડ જ્યારે કામગીરી કરી રહ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો કામગીરી જોવા માટે એકઠા થઇ ગયા હતા. કલ્પેશના રહસ્યમય મોત અંગે ગામમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જવાહરનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments