વડોદરાઃ વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર હેશટેગ ડીકોડ ઇવેન્ટ કંપની દ્વારા 6 જુલાઇના રોજ સાંજે 7 વાગ્યે બોલિવુડના અભિનેતા, ગાયક અને શાયર પિયુષ મિશ્રાની મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટોપ-3 કવિઓ પિયુષ મિશ્રાની મ્યુઝિકલ ઇવેન્ટમાં પર્ફોમ કરશે.
હેશટેગ ડીકોડ ઇવેન્ટ કંપનીએ વડોદરાની પોયટ્રી ટેલ્જ સંસ્થા સાથે મળીને વડોદરા શહેરમાં 83 કવિઓના ઓડિશન કર્યાં હતા. જેમાંથી 25 કવિઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. 25 કવિઓમાંથી ટોપ-5 કવિઓને સિલેક્ટ કરવામાં આવશે. અને જેમાંથી પિયુષ મિશ્રા ટોપ-3 કવિઓ સિલેક્ટ કરશે. ઓ ટોપ-3 કવિઓ 6 જુલાઇઓ યોજાનાર પિયુષ મિશ્રાની મ્યુઝિકલ ઇવેન્ટમાં પર્ફોમ કરશે. પિયુષ મિશ્રા અને ઓડિયન્સ પોલને આધારે ત્રણમાંથી એક કવિને મ્યુઝિકલ ઇવનિંગના સિતારા તરીકે પસંદગી કરવામાં આવશે.
ઉભરતા કવિઓને આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપવાનો અમારો પ્રયાસ
ઇવેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટમાં ઉભરતા કવિઓને આગળ વધવા માટેનું પ્લેટફોર્મ આપવાનો અમારો પ્રયાસ છે. પિયુષ મિશ્રા સાથે પર્ફોમ કરીને તેઓ પોતાના ક્ષેત્રમાં પ્રોપ્યુલર બનશે. અમારુ કામ કલાકારની કલાને લોકો સમક્ષ મૂકવાનું છે.