Monday, September 20, 2021
Homeવડોદરા : મોપેડચાલકને બચાવવા જતા બિઝનેસમેનનું મોત, 30 ફૂટની રેલિંગ બોનેટ ચીરી...
Array

વડોદરા : મોપેડચાલકને બચાવવા જતા બિઝનેસમેનનું મોત, 30 ફૂટની રેલિંગ બોનેટ ચીરી કારની આરપાર નીકળી ગઇ

જમીન જોવા ઉત્તરાખંડ ગયેલા વડોદરાના 52 વર્ષિય બિઝનેસમેનને પંચમહાલના શહેરા પાસે અકસ્માત નડ્યો હતો. મોપેડ ચાલકને બચાવવા જતાં કાર રોડની સાઇડની રેલિંગમાં ભટકાઇ હતી. 30 ફૂટ લાંબી રેલિંગ કારનું બોનેટ ચીરીને આરપાર નીકળી ગઇ હતી. જેમાં બિઝનેસમેનનું મોત થયું હતું. મૃતકના શરીરે માત્ર ઘસરકો પડ્યો હતો, અન્ય કોઇ ઇજા ન હતી. જેથી ગભરામણથી મોત થયું હોવાનું મનાઇ રહ્યું છે. અકસ્માતમાં મોપેડ ચાલકને પણ ઇજા પહોંચી હતી.

ઉતરાખંડથી પરત આવતી વખતે બની દુર્ઘટના

શહેરના વાસણા ભાયલી રોડ પર ગોવર્ધન રેસિડેન્સીમાં રહેતા પ્રણવ અશોકકુમાર શાહ ઇન્સ્યોરન્સનો વ્યવસાય કરતા હતા. ઉત્તરાખંડમાં જમીન મામલે તેઓ સ્કૂલ મિત્ર પ્રશાંત દલવી, સચિન કલુસકર અને તેમના પુત્ર સાથે 5 દિવસ પહેલાં ઉતરાખંડ ગયા હતા. ત્યાં જમીનનું કામ પૂર્ણ થતાં પરત કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. પ્રણવ શાહના મિત્ર સચિન કલુસકર દહેરાદૂન ઊતરી ગયા હતા. વડોદરા તરફ આવતા પ્રણવ શાહ કાર ચલાવતા હતા.

કાર ધડાકા સાથે રેલિંગમાં અથડાઈ

દરમિયાન વહેલી સવારે શહેરા પાસે મોપેડ ચાલકે એકાએક જમણી તરફ વળાવતા પ્રણવ શાહે તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો. જેમાં કાર મોપેડ સાથે અથડાઈને ડિવાઈડર સાથે ધડાકા સાથે ભટકાઈ હતી અને તેમાં કારનું ડ્રાઇવર સાઈડનું એક ટાયર તૂટીને છૂટું પડી ગયું હતું. તદુપરાંત રોડની બાજુની લોખંડની 30 ફૂટની રેલિંગ ટાયરની જગ્યાએથી ઘૂસી ડિકી તોડી પાછળ 10 ફૂટ સુધી આરપાર નીકળી ગઈ હતી.

શહેરા પાસે મોપેડ ચાલકને બચાવવા જતાં કાર ડિ‌વાઇડરમાં અથડાતાં રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હતી.

શહેરા પાસે મોપેડ ચાલકને બચાવવા જતાં કાર ડિ‌વાઇડરમાં અથડાતાં રેલિંગ કારની આરપાર નીકળી ગઈ હતી.

અકસ્માતમાં પ્રણવ શાહને શરીરે ઘસરડો પડ્યો હતો. જ્યારે તેઓના પુત્ર અને મિત્ર પ્રશાંત દલવીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ પ્રણવ શાહ કારમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. પ્રણવ શાહને મહામહેનતે બહાર કઢાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી હતી. જેમાં તે મોતને ભેટ્યા હોવાનું જાહેર થયું હતું. અકસ્માતમાં મોપેડ ચાલક લાલાભાઈ ડોડિયાને ઇજા થઈ હતી. ઉત્તરાખંડથી પ્રણવ શાહ, તેમનો પુત્ર, મિત્ર પ્રશાંત દલવી અને સચિન કલુસકર કારમાં નીકળ્યા હતા. જ્યાં સચિન કલુસકર દહેરાદૂન ઊતરી ગયા હતા. બીજી તરફ રાતે તેમના પુત્ર અને પ્રશાંત દલવીએ કોઇ સ્થળે રોકાઈ જવાનું નક્કી કર્યું હતું, પરંતુ પ્રણવ શાહે મેં ઊંઘ ખેંચી લીધી છે, હું ચલાવું છું તેમ કહી કાર હંકારવાનું નક્કી કર્યું હતું.

મૃતકનો પુત્ર 10 દિવસ બાદ કેનેડા જવાનો હતો

પ્રણવ શાહ સાથે તેમનો પુત્ર પણ ઉત્તરાખંડ ગયો હતો. ત્યાંથી પરત આવતા શહેરા નજીક અકસ્માત નડ્યો હતો. પ્રણવ શાહનો પુત્ર અભ્યાસ માટે 10 દિવસ બાદ કેનેડા જવાનો હતો. જોકે તે પૂર્વે જ દુઃખદ ઘટના બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments