વડોદરા : સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં સુરતની મહિલાનો ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ

0
6

વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં આજે બપોરે સુરતની એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને મહિલાને 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે, સુરત ઉધના ગામ સ્થિત અનમ સોસાયટીમાં રહેતા 28 વર્ષિય હાજરાબાનુ અસલમભાઈ અંકુરા બસ દ્વારા વડોદરા આવી પહોંચ્યા હતા. અને વડોદરા સેન્ટ્રલ એસ.ટી ડેપોમાં આવી પહોંચ્યા હતા.અને પોતાની પાસે રાખેલી જંતુનાશક દવા પાણીમાં ભેળવીને ગટગટાવી ગયા હતા.

ડેપોમાં શરબત વેચાણનો સ્ટોલ ચલાવતી એક મહિલાને આ મહિલા ઉપર શંકા જતા તુરતજ અન્ય લોકોની મદદ લઈને દોડી ગઇ હતી. અને ઝેરી દવા ગટગટાવી લેનાર હાજરાબાનુને 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા હોસ્પિટલમાં જવા માટે પણ તૈયાર ન હતી. જોકે એમ્બ્યુલન્સ સ્ટાફ મહિલાને જબરજસ્તી હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરી દીધી હતી.

સેન્ટ્રલ એસ.ટી ડેપોમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે મહિલાએ ગૃહકલેસના કારણે આ પગલું ભર્યુ હોવાનું મનાઈ રહ્યું છે. સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી આ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગૃહકલેશના કારણે આપઘાતના વધેલા ચિંતાજનક બનાવોમાં સુરતની 28 વર્ષીય હાજરાબાનુએ વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાં આવીને આપઘાતનો પ્રયાસ કરતા એસ.ટી. ડેપોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સયાજીગંજ પોલીસે આ બનાવ અંગે સુરતની મહિલા સામે આપઘાતના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here