Monday, September 20, 2021
Homeવડોદરા : આરોગ્ય વિભાગ દ્વારા મરી-મસાલા, કેરીનો રસ, તેમજ પાણીના જગના ઉત્પાદન...
Array

વડોદરા : આરોગ્ય વિભાગ દ્વારા મરી-મસાલા, કેરીનો રસ, તેમજ પાણીના જગના ઉત્પાદન પર ચેકિંગ

ઉનાળાની ઋતુને અનુલક્ષીને તેમજ હાલમાં કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખી મરી-મસાલા, કેરીનાં રસ તેમજ પાણીના જગનું વધુ વેચાણ થતુ હોવાથી નગરજનોના સ્વાસ્થ્યની કાળજી રાખી વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મરી-મસાલા, કેરીનો રસ, તેમજ પાણીના જગનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા સ્થળોએ ઓચિંતા દરોડા પાડી આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોએ જુદી-જુદી 4 ટીમો બનાવી 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી શહેરનાં મકરપુરા, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડીયા રોડ, વાસણા રોડ, સહિતના 25 સ્થળોએ દરોડા પાડી પાણીના જગ સપ્લાય કરતા વેપારીઓને ત્યાં સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી. અને સઘન ચેકીંગ હાથ ધરી પાણીના જગમાં ક્લોરીનેશન તેમજ પાણીની ગુણવત્તા જળવાઇ રહે તથા દર 3 મહીને પાણીનાં રીપોર્ટની ચકાસણી માટે સૂચના આપવામાં આવી છે.

અથાણા સંભાર, જીરૂ, વિગેરે મસાલાનાં લૂઝ તથા પેકીંગના 34 સેમ્પલ મેળવ્યા
અથાણા સંભાર, જીરૂ, વિગેરે મસાલાનાં લૂઝ તથા પેકીંગના 34 સેમ્પલ મેળવ્યા

જ્યારે તા. 5 એપ્રિલ થી 16 એપ્રિલ સુધી શહેરનાં અટલાદરા, તાંદલજા, ગોત્રી રોડ, મકરપુરા જી.આઇ.ડી.સી., તરસાલી, ચોખંડી, આજવા રોડ, છાણી કારેલીબાગ, ગોરવા સહિતના 17 સ્થળોએ મસાલાનાં ઉત્પાદકો તેમજ દુકાનોમાં દરોડા પાડી હળદર, મરચુ, ધાણા-જીરૂ, અથાણા સંભાર, જીરૂ, વિગેરે મસાલાનાં લૂઝ તથા પેકીંગના 34 સેમ્પલ મેળવ્યા હતા. અને તમામ સેમ્પલોને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરીનો રસ તેમજ મેંગો મિલ્ક શેક તથા મગદાળ સહિતના ખાધ પદાર્થોના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને સ્વચ્છતા જાળવવા તથા કોવિડ-19નાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી છે.

દર 3 મહીને પાણીનાં રીપોર્ટની ચકાસણી માટે સૂચના
દર 3 મહીને પાણીનાં રીપોર્ટની ચકાસણી માટે સૂચના
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments