Wednesday, September 29, 2021
Homeવડોદરા : પીવાના પાણીમાં ગંદા પાણીના ભેળસેળનો દાવો
Array

વડોદરા : પીવાના પાણીમાં ગંદા પાણીના ભેળસેળનો દાવો

નાગરિકોને પીવાનો સ્વચ્છ પાણી આપવાનું કોર્પોરેશનની પ્રાથમિક ફરજમાં આવતું હોવા છતાં સ્માર્ટ સિટી અને વિકાસની વાતો વચ્ચે શહેરના 3 વોર્ડમાં ગટર મિશ્રિત પીવાનું પાણી આવી રહ્યું હોવાનું ખુદ કોર્પોરેશનની હેલ્થ લેબનો રિપોર્ટ કહે છે. હેલ્થ લેબોરેટરીમાં આવેલા પાણીના નમૂના પૈકી ગટર વાળું પાણી વોર્ડ નંબર 4,5,7,6 અને 9માં આવી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 4,6 અને 7 એમ ત્રણ વોર્ડમાંથી લીધેલા 130 માંથી 52 નમૂના ફેઇલ થયા છે. જેમાં ગટરનું પાણી ભળ્યું હતું.

ગંદા પાણીની ફાઇલ તસવીર. - Divya Bhaskar

ચોમાસાના પ્રારંભે જ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે. જેને લઇને લોકો ઝાડા- ઉલ્ટી જેવા પાણીજન્ય રોગનો લોકો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે નક્કર કામગીરી ના બદલે પાણી પુરવઠા વિભાગ અને વોર્ડ ઓફિસ એકબીજાને માથે દોષારોપણ કરી રહી છે.

ચોમાસું શરૂ થવાની સાથે જ શહેરની પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી મિશ્રિત પાણી આવવાનું શરૂ થતા ઝાડા ઉલ્ટીના બનાવની ફરિયાદ વધી છે શહેરના વાડી વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધ અને નિઝામપુરામાં 58 વર્ષીય શિક્ષિકાનું ઝાડા-ઊલટીની ફરિયાદ બાદ મૃત્યુ થતાં કોર્પોરેશનના વિવિધ વિભાગો દોડતા થયા હતા. કોર્પોરેશનની હેલ્થ લેબ મુજબ ગટર મિશ્રિત પીવાના પાણીને પગલે વૃદ્ધ કે અન્ય બીમારીથી પીડાતા વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે પરંતુ કોર્પોરેશન આને કોલેરા ગણતું નથી.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવાયેલા 173 નમૂના પૈકી તમામ નમૂના પાસ થયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાણી પુરવઠા વિભાગ છેલ્લા 5 દિવસના નમૂનામાં સંખ્યાબંધ નમૂના નાપાસ થયાનું જણાવે છે. વાડી વિસ્તારમાં ઝાડા ઉલટીથી વૃદ્વનું મૃત્યુ થયું હતું. ત્યાંથી લેવાયેલા તમામ નમૂના પણ સોમવારે પાસ થયા હોવાનું જાહેર કરાયું છે. જોકે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પાણી પુરવઠા વિભાગને વોર્ડ સાથે સંકલનમાં રહી તમામ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા માટે આદેશ કર્યો છે. જો કે પાણી પુરવઠા વિભાગ માત્ર નવાયાર્ડ વિસ્તારમાં જ તકલીફ હોવાનું ગાણું ગાઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસના નમૂનાઅો પૈકી 52 નમૂના ફેઇલ આવ્યા હતા.

આગામી સમયમાં શહેરમાં વધુ વરસાદ આવે ત્યારે શહેરમાં દૂષિત પાણીના પ્રશ્નો ની સમસ્યા વકરે તેવી ભીતિ સર્જાઇ રહી છે પરંતુ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ તમામ જવાબદારી વોર્ડના એન્જિનિયર ઉપર નાખી રહ્યું છે.

ફરિયાદોની વોર્ડ મુજબ ગણતરીથી ગૂંચવાડો

દૂષિત પાણીની ફરિયાદો કેટલી આવી તે ગણવાને બદલે કયા કયા વોર્ડમાંથી આવી તે ગણતરી કરાય છે. પાણી પુરવઠાના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યા મુજબ રોજની 3-4 વોર્ડમાં ફરિયાદો આવે છે પરંતુ ઘર મુજબ એક હજાર ઉપરાંત ઘરોમાં દૂષિત પાણી આવતું હશે.

નવાયાર્ડમાં ગેરકાયદે કનેક્શનો મળ્યાં છે

પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાએ કહ્યું- નવાયાર્ડમાં દુષિત પાણીને પગલે અમર પાર્કના પાણીના કનેક્શન છે જ્યારે જૂની રામ વાડીમાં ગેરકાયદે કનેક્શન હોવાનું જણાતા ત્યાં પણ કામગીરી કરાઇ રહી છે. અંદાજે દોઢસો જેટલા મકાન આ વિસ્તારમાં હશે.જયાં ગંદા પાણીની સમસ્યા છે.

5 દિવસનો હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ

  • 27 તારીખ : વોર્ડ નં. :4 :કુંભારવાડા માંજલપુરના તમામ 8 નમૂના ફેઈલ, ઉડા ફળિયાંમાં 8 પૈકી 2 નમૂના ફેઈલ
  • 28 તારીખ : વોર્ડ નં. :7 : જૂની રામ વાડીમાં લીધેલા 22 પૈકી 5 ફેઈલ, ગાયત્રી નગર, અમરનગરના 11 નમૂના પૈકી 1 ફેઈલ, જૂની રામવાડીમાં લીધેલા 12 પૈકી 6 ફેઈલ, વોર્ડ નં. :6 વાસણા રોડ પર 17 નમૂના પૈકી 2 ફેઈલ
  • 29 તારીખ: વોર્ડ નં. :7 :નવાયાર્ડના 26 પૈકી અડધોઅડધ 13 નમૂના ફેઇલ
  • 30 તારીખ :વોર્ડ નં. :7 :સરસ્વતી નગર નવાયાર્ડના તમામ 13 નમૂના ફેઈલ
  • 31 તારીખ :વોર્ડ :4 :માંજલપુરના 7માંથી 2 ફેઈલ (વોર્ડ 5-9ના સેમ્પલ પણ ફેઇલ થયા છે)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments