Saturday, September 25, 2021
Homeવડોદરા : કોલેજ રેગિંગ કેસ : ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર્સ, પોલીસ અને...
Array

વડોદરા : કોલેજ રેગિંગ કેસ : ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર્સ, પોલીસ અને વિદ્યાર્થીઓના વાલીઓની બેઠક મળી

વડોદરા શહેરની ગોત્રી GMERS હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા બીજા વર્ષના 60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો હતો. આ પ્રકરણને લઇને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મિટીંગ મળી હતી. આ મિટીંગ ડોક્ટરો, પોલીસ, વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

ગોત્રી GMERS મેડિકલ કોલેજમાં 60 વિદ્યાર્થીને 100 ઉઠબેસ કરાવી હતી

શનિવારે વહેલી સવારે 4 વાગે ગોત્રી હોસ્પિટલમાં નોકરી કરનાર મેડિકલ ઓફિસર અને જુનિયર રેસીડેન્ટ તેમજ અન્ય એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટને ઉંઘમાંથી ઉઠાડીને બીજા વર્ષના સ્ટુડન્ટને ભેગા કરવા માટે જણાવાયું હતું. પોતાના સીનીયર સ્ટુડન્ટના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. ત્યાર બાદ તમામ 60 જેટલા વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભા રાખીને 100 ઉઠબેસ કરવા જણાવાતા સૌ ચોંકી ઉઠ્યાં હતાં. પરંતું સીનીયરના કહેવાથી તમામ વિદ્યાર્થીઓએ 100 જેટલી ઉઠબેસ કરવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 3 વિદ્યાર્થીઓને ઉલટી સહિતની પરેશાની થઈ હતી.

વિદ્યાર્થીઓના રેગિંગ મામલે આજે સંબંધિતોના નિવેદનો લેવામાં આવ્યા હતા

વિદ્યાર્થીઓના રેગિંગ મામલે આજે સંબંધિતોના નિવેદનો લેવામાં આવ્યા હતા

3 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી

ઘટના બાદ સવારે 9 વાગે રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ ડીનને જાણ કરી હતી. જ્યારે જે 3 વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી, જેમને ગોત્રી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે એક વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો હોવાની માહિતી મળી છે. ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની આ પ્રથમ ઘટનાએ કોલેજના સત્તાધીશોને દોડતા કર્યાં હતાં. બીજા વર્ષના વિદ્યાર્થીઓએ રેગિંગની સમગ્ર વાત કમીટી સમક્ષ કરી હતી.

કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટરને તાત્કાલિક છુટા કર્યાં

કમિટીની તપાસમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પાસે રેગિંગ કરાવનાર ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતો એક મેડિકલ ઓફિસર, બીજો જુનિયર રેસીડન્સ ડોક્ટર અને ત્રીજો ડોક્ટર હોસ્પિટલમાં ફરજ બજાવતો ન હોવાનું સામે આવ્યું હતું. કમિટીએ હોસ્પિટલમાં ફરજ બજાવતા બંને ડોક્ટર નૈતિક પટેલ અને ભાર્ગવ બલદાણીયાને તાત્કાલિક છુટા કર્યાં હતાં. આ સમગ્ર ઘટના બાદ ગોત્રી હોસ્પિટલમાં દિવસ દરમ્યાન ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થી વચ્ચે રેગિગની ઘટના ચર્ચાનો વિષય બની હતી.

60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો હતો

60 જેટલા મેડિકલ સ્ટુડન્ટને 100 ઉઠબેસ કરાવી જાહેરમાં રેગિંગ કરાવવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો હતો

રેગિંગ કરાવવામાં સામેલ ત્રીજો ડોક્ટર કોણ છે તેની તપાસ શરૂ કરી

ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ પાસે રેગિંગ કરાવવામાં સામેલ ત્રીજો ડોક્ટર કોણ છે તે અંગે કમીટીએ તપાસ શરૂ કરી છે. આ ડોક્ટર ગોત્રી હોસ્પિટલમાં પૂર્વ સ્ટુડન્ટ હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે કમિટીના મેમ્બરોનો આશ્ચર્ય થયુ હતુ કે ત્રણ સિનીયર ડોક્ટરોના કહેવાથી બીજા વર્ષના 60 જેટલા વિદ્યાર્થીઓનું કેવિ રીતે રેગિંગ થઇ શકે? બીજી તરફ આ ઘટના અંગે અત્યાર સુધી કોઇ પોલીસ ફરીયાદ દાખલ થઇ નથી. આ સમગ્ર ઘટનાની તપાસ હોસ્પિટલની એન્ટી રેગિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.

કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે

ગોરવા પોલીસ મથકના પી.આઇ. રાજેશ કાનમીયાએ જણાવ્યું હતું કે, રેગિંગ મામલે ગોત્રી મેડિકલ કોલેજમાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્ટી રેંગીગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલ કમિટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસની મદદ લેવામાં આવી છે. આજે આ મામલે સંબંધિતોના નિવેદનો લેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments