Tuesday, April 16, 2024
Homeવડોદરા : 12 વેપારી પાસેથી 6.30 લાખની ખંડણી વસૂલનારા 3 સામે ફરિયાદ
Array

વડોદરા : 12 વેપારી પાસેથી 6.30 લાખની ખંડણી વસૂલનારા 3 સામે ફરિયાદ

- Advertisement -

વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા સરદાર વૂલન માર્કેટ બંધ કરાવવાની ધમકી ખાંડણીખોરો દ્વારા અપાઈ રહી છે. વૂલન માર્કેટ ચાલુ રાખવા 3 ખંડણીખોરોએ 12 વેપારી પાસેથી 6.30 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. એ તો ઠીક, ખાંડણીખોરે વેપારીઓ પાસેથી કોરા ચેક પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

કલાભવન મેદાન ખાતે 110 જેટલી દુકાનોમાં વૂલન માર્કેટનો વ્યવસાય કરે છે

વડોદરાના બરાનપુરા વિસ્તારમાં આવેલી મહાવીર વાટિકામાં પરવીન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને રાજમહેલ રોડ પરના કલાભવન મેદાન ખાતે ગરમ કપડાંનો છેલ્લાં 15 વર્ષથી વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કલાભવન મેદાન ખાતે જુદા-જુદા નામે 110 જેટલી દુકાનો વૂલન માર્કેટનો વ્યવસાય કરે છે. જોકે કલાભવન મેદાનની જગ્યાના માલિક સમરજિતસિંહ ગાયકવાડ છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જુદા-જુદા સંચાલકો એનું સંચાલન કરી વહીવટ કરતા હોય છે, ત્યારે વર્ષ 2016-17માં સયાજીગંજમાં રહેતા રાજેશ રમણભાઈ શાહે વૂલન માર્કેટનું સંચાલન કરીને વહીવટ કર્યો હતો.

ફરિયાદીએ વૂલન માર્કેટ શરૂ કરવા એનઓસી લીધી હતી

વર્ષ 2020-21માં કલાભુવન મેદાન ખાતે વૂલન માર્કેટનું કોઈએ આયોજન કર્યું ન હોવાથી પરવીન્દ્રસિંહ રાઠોડે આયોજન કરવાનો વિચાર કર્યો હતો. તેમણે જમીનમાલિકની એનઓસી લેવાની કાર્યવાહી કરીને 15 ઓક્ટોબર 2020થી 15 ફેબ્રુઆરી 2021 સુધીની જમીનમાલિક સમરજિતસિંહ ગાયકવાડ પાસેથી એનઓસી મેળવી હતી. દરમિયાન રાજેશ રમણલાલ શાહ અને તેના સાગરીતોએ કોઈપણ પ્રકારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં RTI હેઠળ માહિતી મેળવી સરકારી કચેરીઓમાં શરતોનો ભંગ કર્યો છે, એમ જણાવી ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી 115 દિવસ માટે વૂલન માર્કેટ અને ગોલ્ડન સર્કસ બંધ કરાવ્યાં હતાં.

વૂલન માર્કેટ શરૂ કરવા માટે રોજનો 15 હજારનો હપતો માગ્યો

થોડા સમય બાદ ફરી વાર વૂલન માર્કેટ શરૂ કરવાના આશય સાથે પરવીન્દ્રસિંહ અને આશિષ અશોકકુમાર જૈન રાજેશ શાહને મળ્યા હતા અને વૂલન માર્કેટ ચલાવે તો તમને કોઈ વાંધો ખરો એ બાબતે વાત કરી હતી. ત્યારે મારી શરતોએ વૂલન માર્કેટ ચાલુ કરવાનું રહેશે, જેમાં 1 દિવસનો 15000નો હપતો આપવાનો રહેશે અને શક્ય ન હોય તો 1122 દિવસના ઉચ્ચક 11 લાખ રૂપિયા આપવા પડશે, એમ રાજેશ શાહે જણાવ્યું હતું.

એડવાન્સ પેટે 3.22 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા

આ ઉપરાંત વૂલન માર્કેટની ફાઈલ સરકારી કચેરીમાં મૂકતાં પહેલાં એડવાન્સમાં રૂપિયા આપવા પડશે, તેમ રાજેશ શાહે જણાવતાં પરવીન્દ્રસિંહે રાજેશ શાહને એડવાન્સ પેટે 3.22 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યાર બાદ પરવીન્દ્રસિંહએ સરકારી કચેરીમાં ફાઈલ મૂકી મંજૂરી મેળવ્યા બાદ સરકારની શરતોનું ચુસ્તપણે પાલન કરી વૂલન માર્કેટ ચાલુ કર્યું હતું.

પોતાના માણસો દુકાન પર મોકલીને ખંડણીની માગણી કરતો

વૂલન માર્કેટ ચાલુ થયા બાદ રાજેશ શાહ પોતાના માણસ મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લને પરવીન્દ્રસિંહની દુકાન પર મોકલી ખંડણીની માગણી કરતો હતો.

ગર્ભિત ધમકીઓ આપી રૂ.6.30 લાખ પડાવી લીધા

આમ, રાજેશ શાહે તબક્કાવાર ગર્ભિત ધમકીઓ આપી રૂ.6.30 લાખ પડાવી લીધા હતા. જોકે આટલી મોટી રકમ પરવીન્દ્રસિંહ પાસે ન હોવાથી તેમણે વૂલન માર્કેટના જુદા-જુદા 12 વેપારી પાસેથી દુકાનના ભાડા પેટે રુપિયા લઇ રાજેશ શાહને આપ્યા હતા. તેમ છતાં પણ રાજેશ શાહે ગર્ભિત ધમકીઓ આપી ખંડણી માગવાનું ચાલુ રાખતાં પરવીન્દ્રરસિંહે પોલીસનો શહારો લીધો હતો અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી હતી. રાવપુરા પોલીસે ખંડણીની કલમ હેઠળ રાજેશ રમણલાલ શાહ, મહંમદ નૂરમહંમદ વોહરા અને સંજયકુમાર રામક્રિપાલ શુક્લ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular