વડોદરા શહેર ના ગોત્રી પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપસિંહ કિશોરસિંહ રાવ (ડી.કે.રાવ )અને કોન્સ્ટેબલ નીતિન પ્રજાપતિ વિરુદ્ધ થઇ લાંચ રુશ્વત વિરોધી દળ માં ફરિયાદ……..!
નોંધવું રહ્યું કે ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલા આ પોલીસ અધિકારી સામે વર્ષ ૨૦૧૩ માં તે આણંદ જિલ્લા ના વિદ્યાનગર પીએસઆઇ હતા દરમ્યાન એસીબીએ અપ્રમાણસર મિલકત નો ગુનો આ અધિકારી સામે નોંધ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખેડા -આણંદ જિલ્લા ની ફરજ દરમ્યાન અનેક ગરીબો અને જાગૃતજન ની હાય હવે જાણે ફરી નડી રહી હોય તેમ નિવૃત્તિ ના માત્ર ૩ દિવસ ના આરે આ પીઆઇ ડી.કે.રાવ સામે ફરી એસીબી માં ગુનો નોંધાતા “કુદરત ના ઘરે દેર છે પણ અંધેર નહિ” કહેવત ચરિતાર્થ થઇ રહી છે.
પીએસઆઇ માં થી શરતી બઢતી મેળવી પીઆઇ ‘”બનેલા'” આ અધિકારીએ વર્દી ને રૂપિયા ખંખેરવાનું હથિયાર બનાવી પ્રજા ને ખંખેરવાનું અવિરત ચાલુ જ રાખ્યું હતું.દરમ્યાન ગોત્રી પોલીસ મથક માં ખાનગી કંપની ના મેનેજર વિરુદ્ધ સંચાલકે ઉચાપત ની અરજી કરતા ભેજાબાજ આ પીઆઈએ બંને પક્ષે સમાધાન કરાવી ફરિયાદી એવા સંચાલક પાસે જ રૂપિયા ૧ લાખ ની લાંચ ની માંગણી કરી હતી.જેમાં સંચાલકે રૂપિયા ત્રીસ હજાર આ લાંચિયા પીઆઇ ડી.કે.રાવ ને આપ્યા હતા.દરમ્યાન ‘સાહેબ’ એકલા જ ‘માલ’ કેમ ખાય ?જાણે તેમ માની કોન્સ્ટેબલ નીતિનકુમાર ઘનશ્યામભાઈ પ્રજાપતિએ કંપની ના સંચાલક ને કહ્યું હતું કે ‘તપાસ મારી છે મારુ પણ કંઈ સમજજો.જેથી કોન્સ્ટેબલ ને પણ રૂપિયા પાંચ હજાર આપવામાં આવ્યા હતા!
તે બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. રાવ કંપની ના સંચાલક ને સતત ફોન કરી બાકી ની રકમ ની માંગણી કરતા સંચાલકે પોતાના મિત્ર સાથે લાંચ રુશ્વત વિરોધી દળ માં ફરિયાદ કરતા અને દળ ને ફરિયાદ માં તથ્ય જણાતા બંને લાંચિયા અધિકારી-કર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.