વડોદરા : અનગઢ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં EVM સામે શંકા વ્યક્ત કરીને હોબાળો મચાવ્યો

0
5

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર 18 બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગરપાલિકા પર ભગવો લહેરાયો છે. દેણા બેઠક પર વડોદરા જિલ્લા પંચયાતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટની કારમી હાર થઈ છે. સાવલી નગરપાલિકામાં 16 બેઠકો સાથે સત્તા મેળવી છે અને પાદરામાં 16 બેઠકો સાથે સત્તા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ડભોઇ નગરપાલિકામાં 9 બેઠક પર ભાજપ અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. પાદરા નગરપાલિકા પર ભાજપના 12 ઉમેદવાર અને અપક્ષના બે ઉમેદવારનો વિજય થયો છે.

પતિ અને પત્ની બંનેનો પરાજય

વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને તેમના પતિનો કારમો પરાજય છે. વડોદરા જિલ્લા પંચાયતની જરોદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દિલીપભાઇ ભટ્ટનો અને અને વાઘોડિયા તાલુકા પંચાયતની દેણા બેઠક ઉપર તેમના પત્ની પન્નાબેન ભટ્ટનો પણ પરાજય થયો છે.

કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થતાં હોબાળો

વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક ઉપર પરાજય થયેલા ઉમેદવાર પારૂલ બેન મકવાણાના સમર્થનમાં ધનોરા ગામના લોકોએ EVM પર શંકા વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. ગામના મતદારોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને મત આપવા છતાં ભાજપને મત કેવી રીતે ગયા તે શંકાનો વિષય છે.

ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી

ઉમેદવારોએ જીતની ઉજવણી કરી હતી

અપડેટ્સ…

પાદરા નગરપાલિકા 24 બેઠકોની ચૂંટણીમાં 16 બેઠક પર ભાજપનો વિજય

5 બેઠકો પર આરએસપીનો વિજય અને 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ

પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં માજી નગરપાલિકા પ્રમુખ નિરાલી પટેલ અને પાદરા નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ અધ્યારૂની કારમી હાર

પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સંજય પટેલનો પણ પરાજય

કરજણ તાલુકાના કંડારી જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસનો વિજય

કરજણ તાલુકા પંચાયતની વેમાર બેઠક પર ભાજપનો વિજય

સયાજીપુરા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર મથુરભાઇ રાઠોડીયા વિજેતા જાહેર કરવામાં આવ્યા

સાવલી નગરપાલિકાની મતગણતરી પૂર્ણસ ફુલ 24 બેઠકોમાંથી 16 બેઠક ઉપર ભાજપ અને 8 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય

સતત ચોથીવાર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

તાલુકા પંચાયતની નારા બેઠક પર ભાજપનો માત્ર 4 મતે વિજય

રણોલી-2 તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ કનુભાઇ મકવાણાને વિજેતા જાહેર કરવામાં આવ્યા

જિલ્લો-વડોદરા
વડોદરા જિ.પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
આગળ- 34 13 0 02
કુલ ન.પાલિકા-03 આગળ ભાજપ:16 કોંગ્રેસ :05
નગરપાલિકા બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
ડભોઇ 36 09 07 01
પાદરા 28 16 00 08
સાવલી 24 16 08
કુલ તા. પંચાયતો-08 આગળ ભાજપ:08 કોંગ્રેસ :06
તાલુકા પંચાયત બેઠક ભાજપ કોંગ્રેસ અન્ય
પાદરા 26
વડોદરા 28 02 01
ડેસર 16 01
કરજણ 20 01 02
સિનોર 16
ડભોઇ 20
સાવલી 22 03 02
વાઘોડિયા 20 02

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here