Tuesday, September 21, 2021
Homeવડોદરા : કુખ્યાત અસલમને નામચીન ગુંડો બનાવનાર ભાજપના અગ્રણીઓની તપાસ કરવા કોંગ્રેસની...
Array

વડોદરા : કુખ્યાત અસલમને નામચીન ગુંડો બનાવનાર ભાજપના અગ્રણીઓની તપાસ કરવા કોંગ્રેસની માગ

વડોદરાના કુખ્યાત અસલમ બોડીયાને ગટરના ઢાંકણા ચોરમાંથી નામચીન ગુડો બનાવનાર તેના ભાજપાના કહેવાતા ગોફાધરોની તપાસ કરવા શહેર કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપના કેટલાક અગ્રણીઓ દ્વારા અસલમ સંચાલિત બિચ્છુ ગેંગનો ઉપયોગ કરી જમીનો ખાલી કરાવી છે.

ભાજપા સરકાર કરોડોના ખંડણીખોર બનાવવા માટે સંપૂર્ણ જવાબદાર

વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા અને એડવોકેટ શૈલેશ અમીને જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં 1998થી શાસન રહેલું છે. આવી જ રીતે વડોદરા મહાનગરપાલિકામાં પણ છેલ્લા 25 વર્ષથી ભાજપાનું શાસન રહેલું છે. જ્યારે કાયદો અને વ્યવસ્થા ગુજરાતની 22 વર્ષથી ભાજપા શાસિત ગુજરાત સરકાર કરતી હોય તો ગટરના ઢાંકણા ચોરીખાતા અસલમ બોડીયા સંચાલિત બિચ્છુ ગેંગને પાળીપોષીને કરોડોના ખંડણીખોર બનાવવા માટે સંપૂર્ણ જવાબદાર જ ભાજપાની સરકાર અને ભાજપાના વડોદરાના નેતાઓ છે.

ખંડણીખોરના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવવા માગ

વધુમાં જણાવ્યું હતું કે, ભાજાપાની રાજકીય છત્રછાયા વગર નાનીમોટી ચોરીઓનો ગુન્હેગાર આજે મોટો કરોડપતિ ખંડણી ખોર બની શકે નહીં. ભાજપા શાસનના નેતાઓ એ જ બિચ્છુ ગેંગને વડોદરાની પ્રજા ને ધાકધમકી આપી લૂંટવાનું લાયસન્સ છેલ્લા 20 વર્ષથી આપેલું છે. અગાઉ 2012માં આ બાબતે વડોદરાના પોલીસ કમિશનરને પત્રો લખીને ફરિયાદ કરી હતી કે, રાતોરાત ફૂલ્યાફાલ્યા આવા ખંડણીખોરના મોબાઈલની કોલ ડીટેઈલ કઢાવી, 20 વર્ષ સુધી બચાવનાર શાસક ભાજપાના વિવિધ રાજકીય ગોડફાધરોની તપાસ કરવી જોઈએ.

શહેરની પ્રજા તો છેલ્લા કેટલાય વર્ષોથી બિચ્છુ ગેંગથી પીડિત છે

જમીનો સાથે સંકળાયેલા ભાજપાના કેટલાય ઉચ્ચ પદાધિકારીઓ કિંમતી જમીનો પર કબજો મેળવવા માટે બિચ્છુ ગેંગનો ઉપયોગ કર્યો છે. વડોદરા શહેરની પ્રજા તો છેલ્લા કેટલાય વર્ષોથી બિચ્છુ ગેંગથી પીડિત છે તો 2015માં બનેલા આતંકવાદ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ માટેના ગુજસીટોકના કાયદાનો ઉપયોગ એકાએક 2021માં જેવી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ત્યારે જ કેમ…?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments