- Advertisement -
વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ કમલ પંડયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. મનપાના વિપક્ષ નેતાના ગેરવ્યવહારથી રાજીનામુ ધર્યાની ચર્ચા ચાલી રહી છે. મનપાના વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાત્સવે કમલ પંડયા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. તેમજ પ્રદેશ હોદ્દેદાર ગુણવંત પરમારે પણ ગેરવર્તણૂક કરી હતી. મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસની બેઠકમાં ગુણવંત પરમારે કમલ પંડયા સાથે ગેરવર્તન કર્યુ હતુ. જેમાં ગુણવંત પરમારે કમલ પંડ્યાને લાફો મારવાની ધમકી આપી હતી. આથી કમલ પંડ્યાએ ધમકી મામલે પ્રદેશ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસમાં રજૂઆત કરી હતી.જો કે રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આમ, કોંગ્રેસ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા કમલ પંડ્યા નારાજ થયા હતા અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ હતું