Monday, September 20, 2021
Homeવડોદરા : કોરોના વોરિયર્સને 3 મહિનાથી પગાર મળ્યો નથી, કહ્યું: 'અમને વેક્સિન...
Array

વડોદરા : કોરોના વોરિયર્સને 3 મહિનાથી પગાર મળ્યો નથી, કહ્યું: ‘અમને વેક્સિન નહીં હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો’

આઉટસોર્સિંગ કોરોના વોરિયર્સ કર્મચારીઓને વેક્સિન નહીં, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો…ના સૂત્રોચ્ચારો, બેનર્સ અને પોસ્ટર્સ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગ કર્મચારીઓએ આંદોલનના શ્રીગણેશ કર્યાં છે. વડોદરામાં પ્રથમ વખત આવેલી કોરોના વેક્સિનનું જે વેક્સિન ઇન્સ્ટીટ્યૂટ ખાતે ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. તે સ્થળે કોરોના વોરિયર્સ કર્મચારીઓ દ્વારા પ્રતિક ધરણા શરૂ કરીને કર્મચારીઓનું શોષણ અટકાવવા અને ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે.

સમાન હક આપવાની માંગ સાથે કર્મચારીઓના સૂત્રોચ્ચારો

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલી વેક્સિન ઇન્સ્ટીટ્યુટના કમ્પાઉન્ડમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આઉટસોર્સિંગમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી પ્રતિક ધરણા શરૂ કર્યાં હતા. બેનર્સ અને પોસ્ટર્સ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ પ્રતિક ધરણામાં જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા કર્મચારીઓને કોરોના વેક્સિન નહીં, પરંતુ, હકનો પગાર આપો, આઉટસોર્સિંગની શોષણભરી નીતિ નાબૂદ કરો, સમાન હક આપો જેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા. પ્રતિક ધરણા ઉપર બેઠેલા કર્મચારીઓ કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. ધરણા કાર્યક્રમમાં જોડાયેલા કર્મચારીઓ દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું હતું. અને 6 ફૂટ દૂર ધરણા ઉપર બેઠા હતા.

બેનર્સ અને પોસ્ટર્સ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ પ્રતિક ધરણામાં જોડાયા

બેનર્સ અને પોસ્ટર્સ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ પ્રતિક ધરણામાં જોડાયા

હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી

ગુજરાત જનતા જાગૃતિ મંચના અગ્રણી રજનીકાંત ભારતીયએ જણાવ્યું હતું કે, સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને એક કર્મચારી દીઠ રૂપિયા 15થી રૂપિયા 25 હજાર ચુકવવામાં આવે છે, પરંતુ, કોન્ટ્રાક્ટરો દ્વારા માત્ર રૂપિયા 8થી 10 હજાર ચૂકવવામાં આવે છે અને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. કર્મચારીઓ અવાજ ઉઠાવે તો કોન્ટ્રાક્ટરો દ્વારા નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ચુકવવામાં આવ્યો નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં અને હડતાળ પાડવા છતાં કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ થયા નથી.

કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગમાં કર્મચારીઓનું શોષણ થતું હોવાથી આઉટ સોર્સિંગની નીતિ નાબૂદ કરવામાં આવે અને સરકાર દ્વારા સીધી વર્ગ-4ના કર્મચારીઓની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. કમિશનરના આદેશાનુસાર કોન્ટ્રાક્ટરોને કર્મચારીઓના એસ્ક્રો એકાઉન્ટ ખોલવા માટે સૂચના આપવામાં આવી છે. છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા એકાઉન્ટ ખોલવામાં આવતા નથી. છેલ્લા ત્રણ માસથી કર્મચારીઓને પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જો કર્મચારીઓના પગાર સહિતના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સમાન હક આપવાની માંગ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચારો કર્યાં
સમાન હક આપવાની માંગ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચારો કર્યાં

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments