Tuesday, September 28, 2021
Homeવડોદરા : કોરોના મૃતકનું 600 ગ્રામ ચાંદીનું કડુ ચોરાયુ, પુત્રએ કહ્યું- પિતાની...
Array

વડોદરા : કોરોના મૃતકનું 600 ગ્રામ ચાંદીનું કડુ ચોરાયુ, પુત્રએ કહ્યું- પિતાની અંતિમ નિશાની પાછી આપો

વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય તેટલા લઇ લો, પણ મારા પિતાની અંતિમ નિશાની મને પાછી આપો.

સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં ચોરી થઇ
જેમ જેમ કોરોના વાઇરસ ઝડપથી ગતિ પકડી રહ્યો છે, તેમ તેમ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, સમગ્ર દેશ આજે કોરોનાં સામે જંગ લડી રહ્યું છે. લોકો પોતાના સ્વજનો પણ ગુમાવી રહ્યા છે, ક્યાંક લોકોને દાખલ થવા માટે હોસ્પિટલ નથી મળતી, તો ક્યાંક લોકો કોરોનાં સામે ઘરમાં જ દમ તોડી દે છે, ત્યારે આજે વડોદરામાં આવેલી સરકાર માન્ય સમરસ કોવિડ સેન્ટરમાં ચોરીનો બનાવ બન્યો હતો.

કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો
કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો

પરિવારના સભ્યોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યાં
વડોદરા શહેરના 50 વર્ષીય રાહુલ રવિશંકર દુબે 3 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવતા સમરસ ખાતે દાખલ થયા હતા. આજે સવારે અચાનક હોસ્પિટલમાંથી પરિવારને કોલ આવ્યો હતો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. મૃતદેહ લઈ જાઓ, ત્યારે પરિવારજનો ત્યાં પહોંચતા રાહુલ દુબેના હાથમાંથી ચાંદીનું 600 ગ્રામનું કડું ગાયબ હોવાથી પરિવારના સભ્યોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યાં હતા. પરિવાર પાસે પુરાવામાં વીડિયો અને ફોટા છે, જેમાં હાથમાં કડું દેખાય છે. અંતે પરિવાર દ્વારા 100 નંબર પર જાણ કરી પોલીસ બોલાવીને ફરિયાદ નોંધાવીને સ્ટાફ પર કડક પગલાં લે તેવી માંગ કરી હતી..

પરિવાર પાસે પુરાવામાં વીડિયો અને ફોટા છે, જેમાં હાથમાં કડું દેખાય છે
પરિવાર પાસે પુરાવામાં વીડિયો અને ફોટા છે, જેમાં હાથમાં કડું દેખાય છે

મૃતકના હાથમાં વાગેલાનું નિશાન હતું
મૃતકના પરિવારજન રાજ દુબેએ જણાવ્યું હતું કે, આજે સવારે 4 વાગ્યે મારા ફુવાનું મૃત્યુ થયું હતું, જેથી હોસ્પિટલમાંથી જાણ કરવામાં આવતા અમે પહોંચી ગયા હતા. જોકે 600 ગ્રામનું કડુ તેમના હાથમાંથી ગાયબ છે અને તેમના હાથમાં વાગેલુ છે. આ અંગે અમે ડોક્ટરને જાણ કરી છે અમે પોલીસને જાણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments