વડોદરા : જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મતગણતરી કુલ 11 કેન્દ્ર ખાતે શરૂ થઈ

0
6

વડોદરા જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓની મતગણતરી કુલ 11 કેન્દ્ર ખાતે શરૂ થઈ ચુકી છે. બપોરે ત્રણ વાગ્યા સુધી પંચાયતોમાં કોનું બોર્ડ બનશે તે લગભગ નક્કી થઇ જશે.

વડોદરા જિલ્લાની દશરથ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય. કુલ 34 માંથી ચાર બેઠક ભાજપે કબજે કરી.

વડોદરા જિલ્લા પંચાયતમાં 34 માંથી ત્રણ બેઠક ભાજપે કબજે કરી અનગઢ, ચોરંદા અને ચોકારી બેઠક

વડોદરા જિલ્લા પંચાયતમાં અનગઢ બેઠક પર ભાજપ, પાદરા પાલિકામાં 8 સાવલીમાં 4 બેઠક પર ભાજપ

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી શરૂ થતા ભાજપે અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર આગેકૂચ કરી છે.

વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી શંકર બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત થઈ જતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ નું મોજું ફરી વળ્યું છે. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ ના મતવિસ્તાર હેઠળ આવે છે.

આજ રીતે પાદરા નગરપાલિકામાં ભાજપ ની ચાર બેઠક બિનહરીફ આવી હતી. જ્યારે આજે મતગણતરી થતાં વધુ ચાર બેઠક ભાજપે હાંસલ કરી છે. જેથી કુલ 28 બેઠકમાંથી ભાજપ પાસે 8 બેઠક આવી ગઈ છે.

વડોદરા જિલ્લાના સાવલી નગરપાલિકામાં પણ ચાર બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત બનતાં કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવવાની શરૂઆત કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here