વડોદરા : દંપતીએ ખાનગી લેબમાં RT–PCR ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો, અન્ય લેબમાં ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો

0
8

કોરોના કાળમાં લોકોને જીવનમાં ક્યારેય ન અનુભવ્યા હોય તેવા અનુભવ થયા છે. અગાઉ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતા રેપિડ એન્ટીજન ટેસ્ટમાં એક જ દિવસમાં નેગેટિવ અને પોઝિટિવ પરિણામ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તેવા સમયે લોકોને RT–PCR ટેસ્ટ કરવી અને તેના જ પરિણામને વધુ ચોક્કસ માનવાનું જણાવવામાં આવતું હતું, જોકે, હવેRT–PCR ટેસ્ટના પરિણામો પણ ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવ પરિણામના કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં સિનિયર સિટીઝન દંપતીના RT–PCR ટેસ્ટમાં બે દિવસમાં અલગ-અલગ જગ્યાએ પોઝિટિવ અને ત્યારબાદ નેગેટિવ પરિણામ આવ્યા હતા. કોરોનાના નિદાન માટે ભરોસા પાત્ર ગણાતા RT–PCR ટેસ્ટમાં આ પ્રકારે પોઝિટિવ અને નેગેટિવમાં ફરક આવ્યો હોવાનો આ સંભવિત પ્રથમ કેસ છે.

ડોક્ટર કહે છે કે, દંપતીના રિપોર્ટ અંગે તપાસ કરી રહ્યા છીએ

આ બાબતે ડો. વિરલ પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ખુબ જ ચીવટપૂર્વક ટેસ્ટ કરવામાં આવતાં હોય છે. ક્ષતિની શક્યતા ખુબ ઓછી હોય છે, પરંતુ, આવું કેમ થયું તે અંગે અમે તપાસ કરી રહ્યાં છીએ અને તપાસને અંતે અંતિમ નિર્ણય પર પહોંચી શકાય.

ધર્મિષ્ઠાબેનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ

ધર્મિષ્ઠાબેનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ

વિદેશ પ્રવાસે જવા માટે દંપતીએ ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સમગ્ર મામલે RT–PCRના પરિણામોમાં ગણતરીના કલાકોમાં પોઝિટિવ અને નેગેટિવનો ફરક આવે તેવો રિપોર્ટ મેળવનાર પ્રકાશભાઈ પટેલે સાથે જણાવ્યું હતું કે, મારી અને મારી પત્નીએ 25 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનો હોવાથી અમે 72 કલાક પહેલાં એટલે કે, 22 માર્ચે વડોદરા શહેરની ખાનગી લેબોરેટરીમાંથી કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. સવારે સેમ્પલ આપ્યા હતા, જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમે કોરોના પોઝિટિવ અવ્યાનું નિદાન થયું હતું. પરંતુ મને કોઈ લક્ષણો ન હોવાને કારણે મેં બીજા દિવસે ફરી રિપોર્ટ કઢાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.

અન્ય લેબમાં ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો

બીજા દિવસે મેં અને મારી પત્નીએ અન્ય ખાનગી લેબોરેટરીમાં RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ સાંજે આવ્યું હતું. જેમાં અમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એક જ દિવસના અંતરાયમાં કોરોના પોઝિટિવ અને નેગેટિવ આવતા અમે આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. જોકે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા અમે અમે અંતરરાષ્ટ્રીય પ્રવાસે જતા રહ્યા હતા.

ગણતરીના કલાકોમાં આવેલો તેમનો કોરોના નેગેટિવ રિપોર્ટ

ગણતરીના કલાકોમાં આવેલો તેમનો કોરોના નેગેટિવ રિપોર્ટ

રિપોર્ટ નેગેટિવ આવતા વિદેશ પ્રવાસે ગયા

પ્રકાશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય રાષ્ટ્રમાંથી ભારતમાં આવવા માટે પણ RT–PCR ટેસ્ટ કરાવવો પડે છે. અન્ય દેશમાં પણ અમારો RT–PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. ત્યાર બાદ અમે સ્વદેશ પરત આવ્યા હતા. મને અગાઉ કોરોના થયો હતો. ત્યાર બાદ વડોદરા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અને સાજો થઈને હું મારા જીવનમાં પ્રવૃત્ત થયો હતો. ત્યાર બાદ મિત્રોની સલાહથી મારો એન્ટીબોડી ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેના પરિણામ સંતોષકારક આવ્યા હતા અને 18 દિવસ પહેલા મેં કોરોનાની વેક્સિન પણ લીધી છે. મને કોઇપણ પ્રકારના લક્ષણો ન હોવાથી મેં મારા ભરોસે બીજી વખત RT–PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના નેગેટીવ પરિણામ સામે આવતા હું આશ્ચર્યમાં મુક્યો હતો.

લક્ષણો ન હોય તો RT–PCR પોઝિટિવ અને તો ફરીવાર ટેસ્ટ કરાવી લેવો

પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો તે ભાંગી પડે છે અને ડોકટર્સ દ્વારા તેની સારવાર કોરોના પોઝિટિવ દર્દી તરીકે શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ, જેવું મારા કિસ્સાના થયું તેવું કેટલાયના કિસ્સામાં થયું હશે. હું લોકોને અપીલ કરવા માગું છું કે, જો તમને કોરોના કોઈ પણ લક્ષણો ન હોય અને તમારો RT–PCR ટેસ્ટ પોઝિટિવ આવે તો ફરી એક વખત ટેસ્ટ કરાવી ખાતરી કરી લેજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here