વડોદરા : મહિલા તબીબની છેડતીના કેસમાં રેલવે હોસ્પિટલના અધિક્ષકની અરજી ફગાવતી કોર્ટ

0
2

વડોદરા શહેરના રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબે પખવાડિયા અગાઉ ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ સતામણી અને ટોર્ચર કરાયાની ફરિયાદ નોંધાવી હતી. અધિક્ષક યે કુર્તા તુજપે બહોત જમતા હે કહીને સતામણી કરતો હતો. તેઓએ નેશનલ વુમન કાઉન્સિલમાં કરેલી અરજીને પાછી ખેંચી લેવા માટે અજાણ્યા શખ્સ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા ફરિયાદના આધારે મકરપુરા પોલીસે તપાસ આરંભી હતી. ત્યારે પોલીસ ધરપકડથી બચવા સુપ્રિટેન્ડેન્ટ એ અત્રેની સેશન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માહિતી જામીન રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે તે અરજ નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

કપડાં પહેરવા બાબતે પણ ટોકવામાં આવતા હતા
રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, રેલવે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. બ્રહ્મ પ્રકાશ છેલ્લા ઘણા સમયથી તેઓની શારીરિક છેડતી કરે છે. તેમજ કામ બાબતે તેઓને ટોર્ચર કરવામાં આવે છે. ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેઓને અવારનવાર અલગ અલગ સ્થળે બોલાવવામાં આવે છે. તેમજ તેઓને કપડાં પહેરવા બાબતે પણ ટોકવામાં આવે છે. આ અંગે તેઓએ નેશનલ કાઉન્સિલમાં અરજી કરી હતી.

સબંધ બાંધવા પણ જણાવ્યું હોવાનો આક્ષેપ
રેલવેના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી હતી. મહિલા તબીબે આરોપ લગાવ્યો હતો કે, ડો.બ્રહ્મ પ્રકાશે તેમને બદલી કરવાની ધમકી આપી હતી અને સબંધ બાંધવા પણ જણાવ્યું હતું. તેના ત્રાસથી તે 1 મહિનાની રજા પર પણ ઉતરી ગઇ હતી .પખવાડિયા આગાઉ મહિલા તબીબ હોસ્પિટલના ગેટ નજીકથી ચાલતા જતા હતા તે સમયે એક અજાણ્યા બાઈકચાલકે તેઓને ટક્કર મારી હતી. તેઓ પડી જતા ત્યાં માસ્ક ધારી અજાણ્યા બાઇક ચાલકે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here