Saturday, September 18, 2021
Homeવડોદરા : અંડરગ્રાઉન્ડ કેબલોની ચોરી કરનાર રીક્ષા ચાલક સહિત 12 મજૂરો વિરુદ્ધ...
Array

વડોદરા : અંડરગ્રાઉન્ડ કેબલોની ચોરી કરનાર રીક્ષા ચાલક સહિત 12 મજૂરો વિરુદ્ધ ગુનો નોંધાયો

વડોદરા શહેરમાં મજૂરો ભાડે રાખી ખાડા ખોદી બી.એસ.એન.એલ.ના અંડરગ્રાઉન્ડ કેબલોની ચોરી કરનાર રીક્ષા ચાલક સહિત 12 મજૂરો વિરુદ્ધ રાવપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 9k આરંભી હતી દરમિયાન દાંડિયા બજાર તથા રાજમહેલ રોડ ઉપર ખાડા ખોદેલા જણાઇ આવ્યા હતા. કંપનીના માણસો વોચમાં હતા તે સમયે તોપ સર્કલ પાસે કેટલાક વ્યક્તિઓ ખાડા ખોદી રહ્યા હોય બીએસએનએલ કર્મીઓ એ પોલીસને જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં રિક્ષાચાલક નરસિમ્હા રેડ્ડી ( રહે- વુડાના મકાન, ખોડીયાર નગર, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. રિક્ષાચાલક વિશ્વામિત્રી બ્રિજ નીચેથી મજૂરો ભાડે લાવી ખોદકામ કરાવી બીએસએનએલ વાયરોની ચોરી કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં અંદાજે 80 હજારની કિંમતના ધરાવતા કેબલની ચોરી થઈ હતી. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડવા બદલ તેમજ ચોરી સહિતની કલમો હેઠળ રીક્ષા ચાલક સહિત 12 મજૂરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments