Friday, September 17, 2021
Homeવડોદરા : 132289 હેકટર જમીનમાં થયેલું 15 પ્રકારના પાકોનું વાવેતર
Array

વડોદરા : 132289 હેકટર જમીનમાં થયેલું 15 પ્રકારના પાકોનું વાવેતર

સારા વરસાદ ને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી 132289 હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં, અને કપાસ સહિત વિવિધ 15 પ્રકારના કૃષિ પાકો લહરાઈ રહ્યાં છે.

જો કે નોંધપાત્ર વાવેતર કપાસ, ડાંગર, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું છે અને અન્ય પાકોનું વાવેતર ઓછું છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે વાવેતરની પ્રવૃત્તિ વેગવાન બનવાની આશા છે.

યાદ રહે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર પૈકી ખરીફ એટલે કે ચોમાસું મોસમમાં સરેરાશ 254367 હેકટર જમીનમાં પાકો લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં ઉપરોક્ત સરેરાશના 50 ટકાથી વધુ જમીનમાં વાવેતર વર્તમાન ખરીફ મોસમમાં થઈ ચૂક્યું છે.

જિલ્લામાં સહુથી વધુ 132289 હેક્ટરમાં સફેદ સોનાનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું વાવેતર ખેડૂતોએ કર્યું છે.કપાસનું વાવેતર જિલ્લાના ખરીફ મોસમના કુલ વાવેતરના 50 ટકાથી વધુ છે એ પણ આંકડાઓ પરથી ફલિત થાય છે.

વર્તમાન મોસમમાં જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઈ, કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ, તેલીબિયાંમાં મગફળી, તલ, સોયાબીન અને દિવેલાનું, કપાસ, ગુવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ પૈકી નોંધપાત્ર વાવેતરની વાત કરીએ તો સહુથી વધુ 69974 હેક્ટરમાં કપાસ, 17548 હેક્ટરમાં તુવેર, 16145 હેક્ટરમાં ઘાસચારો, 12776 હેક્ટરમાં શાકભાજી, 9298 હેક્ટરમાં સોયાબીન અને 5930 હેક્ટરમાં ડાંગર વાવવામાં આવી છે.

જિલ્લામાં તેલીબિયાં પાકોમાં પરંપરાગત મગફળી, તલની જગ્યાએ સોયાબીનનું વાવેતર પણ વધ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments