Saturday, August 20, 2022
Homeવડોદરા : સ્પામાં ઘુસી પત્રકારના સ્વાંગમાં તોડબાજી કરવા ગયેલા 3ની અટકાયત
Array

વડોદરા : સ્પામાં ઘુસી પત્રકારના સ્વાંગમાં તોડબાજી કરવા ગયેલા 3ની અટકાયત

- Advertisement -

સમા-સાવલી રોડ ઉપર ચાલતા સ્પામાં સાપ્તાહિક અને સોશિયલ મીડિયામા ન્યૂઝ ચેનલ ચલાવતા બોગસ પત્રકારો ઘુસી જઇ સ્પા સંચાલક પાસે રૂપિયા 2 લાખની ખંડણી માગી હતી. પ્રેસના નામે તોડ કરવા ગયેલા તોડબાજ પત્રકારોએ રૂપિયા નહીં આપો તો સમાચાર છાપી દેવાની ધમકી આપી હતી. ટોળકીએ મહિલા કર્મીના રૂપિયા 17 હજાર પણ લઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે સાપ્તાહિકના પાંચ તોડબાજમાંથી પત્રકારના સ્વાંગમાં તોડબાજી કરવા ગયેલા ત્રણની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

બપોરના સમયે ઓફિસમાં ઘુસી ધમકી આપી
સમા પોલીસ સ્ટેશનમાં મહિલાએ આપેલી ફરિયાદ અનુસાર, માણેજા વિસ્તારમાં રહેતા રીતુબેન સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા – 2 ના બીજા માળે આવેલા ફિલીંગ્સ સ્પામાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. તેમના મસાજ સેન્ટરમાં અન્ય મહિલાઓ મસાજ કરવાનું કામ કરે છે.12 માર્ચના રોજ બપોરે ચાર માણસો સ્પાની ઓફિસમાં ઘુસી આવ્યા હતા. તેઓની ઓળખ પુછતા એક શખ્સે જવાબ આપ્યો હતો કે, અમે પ્રેસ વાળા છીએ. તેમ કહીને તેમનું આઇ.ડી કાર્ડ દૂરથી બતાવ્યું હતું. તમારા સ્પામાં ચેકીંગ કરવા આવ્યા છીએ, અહિં ખરાબ કામ ચાલે છે. તેમ જણાવીને સ્પાના કર્મીઓ સાથે માથાકુટ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ સ્પાને અંદરથી બંધ કરી દીધું હતું. બાદમાં સ્પા કર્મીના મોબાઇલ પરથી તેના સંચાલકને ફોન કરી સ્પીકર પર વાત કરવામાં આવી હતી.

એડના નામે રૂપિયા માંગ્યા
અજાણ્યા શખ્સે ફોન પર વાત કરતા કહ્યું કે, અહિંયા આ છોકરીઓ ખોટા કામ કરે છે. અમે બધું પ્રેસમાં છાપી દઇશું. જો આ ન કરવું હોય તો, અમને રૂ. 2 લાખ આપો. સંચાલિકાએ વળતો સવાલ પુછ્યો કે, તમે કોણ છો. અને શેના રૂપિયા માગો છો ? શખ્સે જવાબ આપ્યો કે તમે રૂ. 2 લાખ આપશો તો તમારા સ્પાની ફ્રીમાં એડ આવશે. જો તમે રૂપિયા નહિ આપો તો તમારા સ્પાની વિરૂદ્ધમાં વીડિયો બનાવીશુ. તમે સ્પાની આડમાં ખોટા કામ કરાવો છો. આવો વીડિયો બનાવવા દેશે તો જ અમે તમારી સ્પાની છોકરીઓના જવા દઇશું. જો કે ત્યાર બાદ સંચાલિકાએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. સ્પામાં કામ કરતી મહિલાઓએ પણ વીડિયો બનાવવામાં ના પાડી હતી.

17 હજાર રૂપિયા લઈ લીધા
અજાણ્યા શખ્સોએ સ્પામાં આવેલા ગ્રાહકને બદમાન કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. ત્યાર બાદ પણ ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. તોડબાજોએ ધાક ધમકીથી સ્પાના માલિક વિરૂદ્ધ કર્મીઓએ વીડિયો બનાવ્યો હતો.બાદમાં કર્મીઓના પર્સમાંથી રૂ. 17 હજાર બળજબરીપૂર્વક લઇ સાંજે સાડા સાત વાગ્યે મસાજ પાર્લર ખોલીને જતા રહ્યા હતા.ત્યાર બાદ બીજા દિવસે સ્પા બંધ દેખાતા અજાણ્યા નંબર પરથી શખ્સનો ફોન આવ્યો હતો. ફોન પર જણાવ્યું કે, દુકાન ખોલો નહિ તો તમારા ઘરે પોલીસ મોકલીશું. તેમ કહી ફોન મુકી દીધો હતો. આખરે મહિલાએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમા પોલીસે ફરિયાદના આધારે તોડબાજ પત્રકારોની ટોળકી પૈકી સની શિદે (જી.એન.એ.), વિસ્ફોટ ન્યૂઝના કેયુર બારોટ અને એડવેન્ચર ગુજરાત ન્યૂઝના સિદ્દીક મન્સુરીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular