વડોદરા : ધોબી એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનાે પતિ પત્નીના પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો

0
0

કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા સ્કૂલ પાસે આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા હતા. તપાસ કરાતા ધોબી એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનાે પતિ પત્નીના પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે કપડાં આપનાર લોકોએ કારેલીબાગ પોલીસની મદદ લીધી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલો એક વિચિત્ર કિસ્સો ચર્ચાની એરણે ચડ્યો હતો. સોમવારે સવારે કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે આવેલા લારી- ગલ્લા પાસે લોકટોળાં એકત્ર થયાં હતાં. ત્યાં આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાઈ હતી. એકાએક ઇસ્ત્રીની લારી ગાયબ થઈ છતાં ત્યાં ઇસ્ત્રી કરવા માટે કપડાં આપનાર લોકો ચિંતામાં મુકાયા હતા.

પતિ ધોબીની લારી લઈ ભાગી ગયો

લોકોએ તપાસ કરતાં એક વિચિત્ર બાબત જાણવા મળી હતી. આ લારી ચલાવતા ધોબી યુવકની પત્ની કોરોનાકાળમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવક એકલો રહેતો હતો. જોકે તે પણ એક પરિણીત મહિલાના પ્રેમમાં હતો. તેણે પણ તેની પરિણીત પ્રેમિકાને ભગાડી જવાનું નક્કી કરી તેને લઈને ફરાર થયો હતો. આ અંગેની જાણ પ્રેમિકાના પતિને થતાં તે કારેલીબાગમાં આર્યકન્યા વિદ્યાલય નજીક પહોંચ્યો હતો અને પોતાની પત્નીને લઈને ફરાર થનાર પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો હતો. સોમવારે સવારે ત્યાં ઇસ્ત્રી કરવા માટે આપેલાં કપડાં લેવા લોકો પહોંચ્યા હતા. જોકે તેઓને લારી ગાયબ જણાતાં પોતાનાં કપડાં માટે કારેલીબાગ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

એક વર્ષ પહેલાં ધોબીની પત્ની પણ બીજા સાથે ભાગી ગઈ હતી
કારેલીબાગ વિસ્તારમાં ઇસ્ત્રીની લારી ધરાવતો યુવક બીજાની પત્નીને ભગાડી જઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલાં કોરોનાકાળ દરમિયાન આ ધોબી યુવકની પત્નીને અન્ય કોઈ વ્યક્તિ લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ આ ધોબી યુવક અન્ય પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. આ પરિણીત મહિલાને ભગાડી જતાં તેના પતિ લારી લઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here