Sunday, September 19, 2021
Homeવડોદરા : વિદ્યાર્થિની ફૂટપાથ-રસ્તા પર આયુર્વેદિક પોટલીનું વિતરણ કરે છે
Array

વડોદરા : વિદ્યાર્થિની ફૂટપાથ-રસ્તા પર આયુર્વેદિક પોટલીનું વિતરણ કરે છે

કોરોનાની મહામારીમાં આયુર્વેદિક ઉપચાર સંજીવની પુરવાર થઇ રહ્યો છે, ત્યારે સામાન્ય માણસ સુધી આયુર્વેદિક જડીબુટ્ટી પહોંચે તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં બેચલર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કપૂર, અજમો, લવિંગ અને વિટામીન સી પાવડર મિશ્રિત પોટલી બનાવીને નિઃશુલ્ક વિતરણ શરૂ કર્યું છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અગાઉ મને શ્વાસની તકલીફ થઈ હતી. જેમાં કપૂર અજમો, લવિંગ અને વિટામીન સી મિશ્રિત પાવડરની પોટલી બનાવીને સૂંઘવાથી મને ફાયદો થયો હતો. જેથી મેં મારા પોકેટ મનીમાંથી બચાવેલી રકમમાંથી આ કામગીરી શરૂ કરી છે.

વિદ્યાર્થિની સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી પડે છે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં બેચલર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરતી દીપ્તી મોદીએ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ ઉપર રહેતા, શાકભાજી વેચતા ફેરિયાઓ, શાકભાજી વેચતા પથ્થરાવાળાઓ, ફ્રુટની લારીઓ ચલાવતા તેમજ પોલીસકર્મીઓને કપૂર, અજમો, લવિંગ તેમજ વિટામીન સીનો પાવડર મિશ્રિત પોટલી બનાવીને વિતરણ કરી રહી છે. વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના માહોલ અને કાળઝાળ ગરમીમાં દીપ્તી મોદી એક થેલીમાં કપૂર, અજમો, લવિંગ અને વિટામીન સી પાવડર મિશ્રીત પોટલી વિતરણ કરવા માટે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી પડે છે.

ફૂટપાથ રહેતા લોકો, રિક્ષાચાલકો, ફેરિયાઓ, પથ્થરાવાળાઓ અને પોલીસકર્મીઓને પોટલનું વિતરણ કરે છે
ફૂટપાથ રહેતા લોકો, રિક્ષાચાલકો, ફેરિયાઓ, પથ્થરાવાળાઓ અને પોલીસકર્મીઓને પોટલનું વિતરણ કરે છે

મારા પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થતાં આ ઉપાયથી રાહત મળી
વિદ્યાર્થિની દીપ્તી મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેર વખતે મને સ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ હતી, ત્યારે મેં કપૂર, અજમો, લવિંગ અને વિટામીન સીનો પાવડર મિશ્રિત પોટલી બનાવીને અવારનવાર સુઘતી હોવાથી શ્વાસની તકલીફમાં મને રાહત મળી હતી. તે સાથે મારા પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને પણ આ ઉપાય દ્વારા રાહત મળી હતી. જેથી મેં જે લોકો સવારથી રાત સુધી નોકરી ધંધો કરે છે, તેવા લોકો પોતાના નોકરી ધંધાના સ્થળે કપૂર, અજમો, લવિંગ તેમજ વિટામિન સી પાવડરવાળી પોટલી સૂંઘતા રહે તે માટે આ પોટલી વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

વિદ્યાર્થિનીએ અત્યાર સુધીમાં 600થી વધુ લોકોને આયુર્વેદિક પોટલી વિતરણ કરી છે
વિદ્યાર્થિનીએ અત્યાર સુધીમાં 600થી વધુ લોકોને આયુર્વેદિક પોટલી વિતરણ કરી છે

600થી વધુ લોકોને આયુર્વેદિક પોટલી વિતરણ કરી
વધુમાં તેણે જણાવ્યું હતું કે, હાલ વડોદરામાં કોરોનાના કેસોએ માઝા મૂકી છે. મોટાભાગના દર્દીઓ ઓક્સિજનના અભાવના કારણે મૃત્યુ પામી રહ્યા છે. સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી રહી છે, ત્યારે લોકોનું ઓક્સિજન લેવલ જળવાઈ રહે તેવા હેતુથી મેં કપૂર, અજમો, લવિંગ અને વિટામીન સી પાવડર મિશ્રિત પોટલી તૈયાર કરીને વિતરણ કરવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં 600 ઉપરાંત લોકોને આયુર્વેદિક પોટલી વિતરણ કરી છે.

શ્વાસની તકલીફને દૂર કરતી પોટલીના વિતરણ માટે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી પડે છે
શ્વાસની તકલીફને દૂર કરતી પોટલીના વિતરણ માટે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી પડે છે

કોરોનાની મહામારીમાં શક્ય તેટલી મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહી છું
આયુર્વેદિક પોટલી તૈયાર કરવા માટે થતા ખર્ચ અંગે દીપ્તી મોદીએ જણાવ્યું હતું કે, હું મારા પોકેટ મનીમાંથી કરેલી બચતનો ઉપયોગ કરીને કપૂર, અજમો, લવિંગ અને વિટામીન સી પાવડર મિશ્રિત પોટલી તૈયાર કરું છું અને જરૂરિયાત લોકોને આપીને કોરોનાની મહામારીના સમયમાં શક્ય તેટલી મદદરૂપ થવાનો પ્રયાસ કરી રહી છું. આ કાર્ય હું શક્ય તેટલા દિવસો સુધી ચાલુ રાખીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments