Saturday, September 18, 2021
Homeગુજરાતવડોદરા : પૂર્વ વિસ્તાર : ચોમાસામાં હાઈવે તરફથી આવતા પાણીને ડાયવર્ટ કરવા...

વડોદરા : પૂર્વ વિસ્તાર : ચોમાસામાં હાઈવે તરફથી આવતા પાણીને ડાયવર્ટ કરવા ચેનલ બનાવાશે

વડોદરા શહેરમાં દર વર્ષે ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં હાઈવે તરફથી વરસાદી પાણીની જબરજસ્ત આવક થતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોર્પોરેશન દ્વારા 12.5 કિલો મીટરની વરસાદી ચેનલ બનાવવાનું આયોજન વિચારાયું છે.

અગાઉ દરજીપુરા એપીએમસીથી 6 કિલોમીટર સુધીની ચેનલ બનાવવામાં આવી છે, અને પાણી વિશ્વામિત્રીમાં ડાઇવર્ટ કરવામાં આવે છે, જેના કારણે રાહત થઇ છે, પરંતુ વાઘોડિયા રોડ વિસ્તારમાં હાઇવેનું પાણી જળબંબાકારની સ્થિતિ સર્જી રહ્યું છે. જે 6 કિલોમીટરની ચેનલ બનાવી છે તે દરજીપુરાથી ગોલ્ડન ચોકડી, સમા થઈને વેમાલી તરફ નદીને મળે છે. હવે હાઇવેના પાણીને શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી વળતું રોકવા માટે બીજા ભાગની કામગીરી કરવાનું છે આયોજન છે. તે તબક્કાવાર હાથ ધરાશે. કેમ કે આના માટે આશરે 150 કરોડનો ખર્ચ થાય તેમ છે. એલ.એન્ડ.ટી પાસેથી આ ચેનલ શરૂ કરીને વાઘોડિયા ચોકડી, કપુરાઈ ચોકડી, તરસાલીથી જાંબુઆ તરફ નદી બાજુ લઈ જવામાં આવશે.

જોકે આ ચેનલ માટે અગાઉ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં યોજના આગળ વધી શકી ન હતી. ચેનલની કામગીરી ત્રણ તબક્કામાં કરાશે. આ કામ સરકારી ગ્રાન્ટ વિના શક્ય નથી. આટલી મોટી યોજના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવી પડશે. દરમિયાન સ્થાયી સમિતિના અધ્યક્ષ જણાવ્યું હતું કે વરસાદી ચેનલની આ યોજના માટે ઝડપથી આગળ વધીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments