Tuesday, September 21, 2021
Homeવડોદરા : એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ કરી આત્મહત્યા
Array

વડોદરા : એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇ કરી આત્મહત્યા

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી પ્રભાત ચોકડી નજીક આલોક સોસાયટીમાં રહેતા 20 વર્ષના યસ ઈશ્વરભાઈ પટેલ નામના યુવકે મકાનના સ્ટોર રૂમમાં નાયલોનની દોરીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ વાઘોડિયા તાલુકામાં આવેલી પારૂલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં મૃતક યુવાન યસ ઈશ્વર પટેલ અભ્યાસ કરતો હતો. તે ત્રણ દિવસ પહેલાં જ આલોક સોસાયટી ખાતેના મકાનમાં ભાડેથી રહેવા માટે આવ્યો હતો આ પહેલા તે કારેલીબાગ વિસ્તારમાં રહેતો હતો મુળ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ દાનીવેલ ગામના વિદ્યાર્થીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે મૃતક યુવાનનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments