વડોદરા : ખાનગી કંપનીના મેનેજરે 33.59 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ 3 બિલ્ડરોએ દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપ્યો, છેતરપિંડી આચરવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

0
0

વડોદરામાં કપુરાઇ ચોકડી નજીક વાલમ હબમાં દુકાનના રૂપિયા 33.59 લાખ પડાવી દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપી ઝરના ડેવલોપર્સના બિલ્ડરો દ્વારા છેતરપિંડી આચરવાની ફરિયાદ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ બિલ્ડર વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

33.59 લાખ રૂપિયા ચુકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ ન કરાવ્યો

મૂળ બિહારના રહેવાસી અને હાલ વડોદરા નજીક વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. કપુરાઇ ચોકડીથી વાઘોડિયા ચોકડીની વચ્ચે આવેલી વાલમ હબમાં તમને દુકાન ખરીદી હતી અને આ સાઇટ અને ઝરના ડેવલોપર્સના માલિક હરેશ કરસનભાઇ પ્રજાપતિ અને રાકેશભાઇ કરસનભાઇ પ્રજાપતિ(બંને રહે, વરિયા સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) તેમજ હિંમતભાઇ કાળુભાઇ સારોલીયા(રહે, દિપક સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા)ને દુકાનના વેચાણ દસ્તાવેજ રજીસ્ટરના 33,59,600 રૂપિયા અને 5,900 ચુકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ રજિસ્ટર કરાવી આપ્યું ન હતું.

પાણીગેટ પોલીસ સ્ટેશનમા બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી

ખટંબા ગામે રહેતા અંબરીશ પ્રમોદકુમાર મિશ્રાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમા બિલ્ડરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ એક બિલ્ડરે મકાનનો બાનાખત રદ્દ કરી અન્યને વેચી દીધું હતું

આ પહેલા વડોદરાના આજવા રોડ પર સૃષ્ટિ ડુપ્લેક્ષની સાઇટામાં મકાન બુક કરાવ્યા બાદ સિદ્ધપુરના પ્રોફેસરે રોકડ અને બેન્કની લોન મળીને 38.20 લાખ ભર્યા પછી ચાર બિલ્ડરોએ યુવકે કરાવેલું રજીસ્ટર બાનાખત એક તરફી રદ કરી અન્ય વ્યક્તિને વેચાણ દસ્તાવેજ કરી આપી મકાન મોર્ગેજ કરાવી 34.90 લાખની લોન લઇ પ્રોફેસર સાથે છેતરપિંડી કરી હતી. પ્રોફેસરે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here