વડોદરા : MS યુનિવર્સિટીમાં 10 હજાર વિદ્યાર્થી વધુ આવશે તો પણ પ્રવેશ અપાશે

0
0

કોરોનાના કેસો ઘટ્યા બાદ એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કોમર્સ સહિતની તમામ ફેકલ્ટી માટેના નવા એડમિશન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્તાધીશોએ આ વર્ષે વિદ્યાર્થીઓની કોમર્સ ફેકલ્ટીમાં સંખ્યા વધશે તો પણ પ્રવેશ આપવા માટે યુનિવર્સિટી સક્ષમ છે તેવો દાવો કરાયો હતો. સિન્ડિકેટ સભ્ય જિગર ઇનામદારે જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાકાળમાં 40 હજાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાયો હતો. જો આ વર્ષે 50 હજાર વિદ્યાર્થીઓ પણ એડમિશન માટે આવશે તો તેમને પ્રવેશ આપી શકાશે.

નવું એડમિશન પોર્ટલ ચાલુ કરવામાં આવશે
શનિવારથી યુનિ.માં નવું એડમિશન પોર્ટલ શરૂ કરવા સહિતના 49 જેટલા મુદ્દાની શુક્રવારે યુનિવર્સિટી ખાતે મળેલી સિન્ડિકેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. એમએસ યુનિવર્સિટીના કોઇ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થી admission.msubaroda.ac.in પરથી સીધો જ ફેકલ્ટીવાર સર્ચ કરીને પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. પાદરા કોલેજ ખાતેની ફેકલ્ટી ઓફ સાયન્સમાં 3 નવા હાયર પેમેન્ટ કોર્સને મંજૂરી અપાઇ હતી. સિન્ડીકેટમાં ચર્ચા કરાઇ હતી કે જો ઓફલાઇન શિક્ષણ યુનિવર્સિટીમાં થાય તો ચોક્કસપણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી પણ યોજવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બીજા મહત્ત્વના નિર્ણયો

  • પોલિટેક્નિકમાં પ્રવેશ સરકારની ગાઇડલાઇન મુજબ અપાશે
  • બીબીએમાં પહેલીવાર માત્ર લેખિત પરીક્ષાના આધારે મેરિટ લિસ્ટ બનશે, જીડીપીઆઇ નહીં થાય
  • સેલ્ફ ફાયનાન્સ કોર્સની ફી અંકુશમાં રાખવા ઇન્ટરનલ એફઆરસી રચાશે
  • મેનેજમેન્ટ ફેકલ્ટીમાં 3 વર્ષના એક્ઝિકયુટીવ બીએના 3 વર્ષના કોર્સની મુદત ઘટાડી 2 વર્ષ કરાઇ
  • સેનેટની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે
  • નેશનલ સિક્યુરિટીનો કોર્સ શરૂ કરનાર MSU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે

એમએસ યુનિવર્સિટીમાં આગામી સત્રથી રાજ્યમાં પહેલીવાર બીએ ઓનર્સ ઇન ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીઝનો કોર્સ શરૂ થઇ રહ્યો છે. સેલ્ફ ફાઇનાન્સ કોર્સનો સમયગાળો ત્રણ વર્ષનો છે અને વિવિધ 36 વિષયોને આવરી લેવાયાં છે. જે સંરક્ષણ ક્ષેત્રે થતી ભરતીના અભ્યાસક્રમને અનુરૂપ હશે. આ કોર્સ તૈયાર કરવામાં એમએસ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના હેડ પ્રો.અમીત ધોળકિયા સહિત ફેકલ્ટી ઓફ આર્ટસના કેટલાક વિભાગોના અધ્યક્ષની મદદ પણ લેવાઇ હતી. આ ઉપરાંત ત્રીજા વર્ષમાં 240 કલાકની આર્મીની ટ્રેનિંગ અપાશે. આ કોર્સના 3 વર્ષમાં 6 સેમેસ્ટર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here