Wednesday, September 29, 2021
Homeવડોદરા : કોલેરા ફાટી નીકળ્યો હોવાનો ફેક મેસેજ વાઇરલ
Array

વડોદરા : કોલેરા ફાટી નીકળ્યો હોવાનો ફેક મેસેજ વાઇરલ

સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ફેક મેસેજો અને ન્યુઝ આવતાં હોય છે. જેના કારણે લોકોમાં ખોટી માહિતી પ્રસરે છે તેમજ લોકો ગેરમાર્ગે પણ દોરાય છે. આવો જ એક મેસેજ છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં VMCના નામે ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરના કેટલાક વિસ્તારોને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવે છે. વાઇરલ મેસેજ ફેક હોવાનું પાલિકાના હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાઇરલ થયો

તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાના હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં શહેરના વાસણા, અકોટા સહિત અનેક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાનો ઉલ્લેખ છે. તેની સાથે સંબંધિત વિગતો જણાવવામાં આવી છે. આ એક ફેક મેસેજ છે. અને સત્યથી વેગળો છે.

VMCના નામે ફેક મેસેજ વાઇરલ કરવા ગુનાહિત કૃત્ય છે

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ખાનપાન પર જો પૂરતું ધ્યાન આપવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર તેની અસર થઈ શકે છે. તેથી આપણે ધ્યાન અવશ્ય રાખીએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે, VMCના નામે ફેક મેસેજ વાઇરલ કરવા ગુનાહિત કૃત્ય છે. સત્યતાની ચકાસણી કર્યાં બાદ જ કોઈ પણ પ્રકારના મેસેજ વાયરલ કરવા જોઈએ. અન્યથા આ મામલે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.

શું છે વાયરલ મેસેજ

વાઇરલ મેસેજમાં વડોદરા શહેરના વાસણા-ભાયલી, અકોટા, અલકાપુરી, કારેલીબાગ અને આજવા રોડ વિસ્તારને VMC દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હોવાની માહિતી આપવામાં આવી છે. મેસેજમાં કહેવાયું છે કે, ગટરનું પાણી મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. જેની માહતી સમાચારપત્રોમાં પણ આપવામાં આવી છે. VMC દ્વારા લોકોને ઉકાળેલું પાણી પિવાની સલાહ આપવામાં આવી છે.

મેસેજની તપાસ કરતાં તે ફેક હોવાનું જાણવા મળ્યું

જોકે, આ મેસેજની તપાસ કરતાં તે ફેક હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ મામલે VMCના હેલ્થ કમિટીના ચેરમેને પોતાની પ્રતિક્રિયા આપીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. સાથે ચોમાસામાં લોકોને સ્વસ્થ્યની કાળજી લેવાનું પણ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments