Tuesday, September 21, 2021
Homeવડોદરા : જમીન સંપાદન વળતર માટે ખેડૂતોની માંગ
Array

વડોદરા : જમીન સંપાદન વળતર માટે ખેડૂતોની માંગ

વડોદરા નજીક આવેલા શેરખી ગામે આજે મહાપુરા, અનગઢ, ગોકળપુરા, સમીયાલા, ભાયલી અને બીલ ગામના ખેડૂતોની બેઠક મળી હતી. એ એવા ખેડૂતો છે જેઓની જમીન ડેડીકેટેડ રેલવે ફ્રેટ કોરિડોર માટે સંપાદન કરવામા આવી છે અને જમીન સંપાદન વખતે વળતર ચૂકવવામાં અન્યાય થયો છે. હવે ખેડૂતોની માગ છે કે હાઇસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અને વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇ વે માટે જમીન સંપાદનનું જે પ્રમામે વળતર ચુકવવામાં આવ્યુ છે તે પ્રમાણે જ વળતર આપવામાં આવે.

વડોદરા જિલ્લાના મહાપુરા, અનગઢ, ગોકળપુરા, સમીયાલા, ભાયલી અને બીલ ગામમાં માત્ર પ્રતિ ચો.મી. રૃ.૯ થી ૩૫ લેખે જમીન સંપાદન કરાઇ

હરિયાણાના રેવડીથી મુંબઇ સુધી ગુડ્ઝ ટ્રેનના પરિવહન માટે રેલવે ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર યોજના બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રેલવે લાઇન વડોદરા તાલુકાના ગામોમાંથી પણ પસાર થઇ રહી છે. જે તે સમયે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી ત્યારે ખેડૂતોને ગ્રામ્ય વિસ્તારમાં જુની જંત્રી પ્રમાણે પ્રતિ ચો.મી.ના રૃ.૯ થી ૩૫ અને અર્બન ડેવલપમેન્ટ વિસ્તારમાં પ્રતિ ચો.મી.ના રૃ.૨૦૦ થી ૧૦૦૦ ચુકવવામાં આવ્યા હતા. બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વડોદરા મુંબઇ એક્સપ્રેસ હાઇ વે માટે રૃ.૨૦૦થી ૩૦૦ પ્રતિ ચો.મી.ની જંત્રી રિવાઇઝ કરીને આર્બિટ્રેશનમાં રૃ.૮૫૦ થી રૃ.૯૦૦ પ્રતિ ચો.મી. જમીન સંપાદન કરવામાં આવી.

જમીન સંપાદનના વળતરમાં આ મોટી વિસંગતતા છે જેના કારણે મહાપુરા, અનગઢ, ગોકળપુરા, સમીયાલા, ભાયલી અને બીલ ગામના ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન થયુ છે એટલે આ ગામના ખેડૂતોને જંત્રી રિવાઇઝ્ડ કરીને આર્બિટ્રેશનમા જમીન સંપાદનનું યોગ્ય વળતર મળે તેવી માગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments